કુકરમુંડામાં અજાણ્યા શખ્સે લગાવી ખેતરમાં આગ, 5 ક્વિન્ટલ ઘઉં બળીને ખાખ
તાપીઃ જિલ્લાના કુકરમુંડા ગામે ઘઉંના ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ખેતરમાં આગ લગાડી હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે. ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતોએ કડક પગલાં લેવાનું કહીને આક્રોશ વ્યક્ત કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, તાપીના કુંકરમુંડા ગામે આવેલા ઘઉંના ખેતરમાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ ખેતરમાં આગ લગાવીને ભાગી ગયો હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.
ખેતરમાં આગ લાગતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે માચીસ અને અગરબત્તી બાંધીને ખેતરમાં આગ લગાવી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ખેડૂતોનો તૈયાર થયેલો 5 ક્વિન્ટલ ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો છે. ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને તેમણે અજાણ્યા શખસ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉગ્ર માગ કરી છે.