December 21, 2024

કલ્લાકુરિચીમાં દારૂ પીવાથી 10 લોકોના મોત; CM એમકે સ્ટાલિને CB-CID તપાસના આપ્યા આદેશ

Hooch Tragedy: તમિલનાડુના કલ્લાકુરિચીમાં દારૂ પીવાના કારણે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ મામલે CB-CID તપાસના આદેશ આપ્યા છે. બીજી બાજુ, જિલ્લા કલેક્ટર શ્રવણકુમાર જાટવની બદલી કરી MS પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણા સહિત અનેક પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજત ચતુર્વેદીની નવા પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સીએમ સ્ટાલિને CB-CID તપાસના આદેશ આપ્યા
તમિલનાડુના કલ્લાકુરિચીમાં દારૂ પીવાથી 10 લોકોના મોત પર સીએમ એમકે સ્ટાલિને આ મામલે સીબી-સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. આ મામલે જિલ્લા કલેક્ટર શ્રવણ કુમાર જાટવની બદલી કરવામાં આવી છે. બીજી બાજુ એમએસ પ્રશાંતને કલ્લાકુરિચી જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. લોકોના મોતને કારણે સરકારે કલ્લાકુરિચીના એસપી સમયસિંહ મીણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રજત ચતુર્વેદીને નવા એસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અનેક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.