December 25, 2024

ગરમીમાં વાળની રાખો વધારે સંભાળ, દેખાશે ચમકદાર

Hair Care: ગરમીની ઋતુઓ જલ્દી જ શરૂ થવા જઈ રહી છે. આ ગરમીની ઋતુમાં શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. એ વચ્ચે તમારી સ્કિન અને વાળની સંભાળ રાખવી પણ ખુબ જ જરૂરી છે. ગરમીના કારણે વાળની સાઈન અને હેલ્દીનેશ ઓછી થઈ જાય છે. કોઈ પણ ઋતુમાં વાળને નુકસાન થવું સ્વાભાવિક છે. તે વાતાવરણના સીધા સંપર્કમાં આવે છે. આથી વાળની કેર કરવી ખુબ જ જરૂરી છે.

એલોવેરા જેલનો ઉપયોગ
ઉનાળામાં પણ વાળમાં ​​ભેજ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આ કારણે તેઓ શુષ્ક અને નિર્જીવ દેખાવા લાગે છે. વાળને હાઇડ્રેટ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ કરો. એક બાઉલમાં એલોવેરા જેલ લો અને તેને બ્રશની મદદથી વાળમાં લગાવો. તે એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. તેને સ્કેલ પર લગાવવાથી વાળને પોષણ મળે છે.

વાળમાં તેલ લગાવવું
ઉનાળામાં તમારા વાળને શુષ્કતાથી બચાવવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તેલ લગાવવું જોઈએ. પ્રાચીન કાળથી અત્યાર સુધી લોકો વાળમાં તેલ લગાવે છે. તેલ લગાવવાથી વાળને પોષણ મળે છે. તેને કુદરતી રીતે ચમકદાર બનાવે છે. ધ્યાનમાં રાખો કે વાળમાં તેલ લગાવ્યાના થોડા સમય પછી તેને સાફ કરો. કારણ કે જો લાંબા સમય સુધી વાળમાં તેલ લગાવવામાં આવે તો તેમાં ગંદકી જમા થવા લાગે છે. અને તે ડેનરફને વધારે છે.

વાળ સફાઈ રાખવા
મોટાભાગના લોકો શિયાળામાં વાળને પ્રમાણમાં ઓછા ધોતા હોય છે. ઉનાળામાં વાળ નિયમિત ધોવા કે નહીં તે અંગેની મૂંઝવણ લોકોને પરેશાન કરે છે. નિષ્ણાતોના મતે ઉનાળામાં આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ, પરંતુ દર બીજા દિવસે વાળ ધોવા જોઈએ. કારણ કે વાળમાં શેમ્પૂનો વધુ પડતો ઉપયોગ કરવાથી વાળમાં ડ્રાયનેસ વધી જાય છે. તમારા વાળ ધોયા પછી તેને કંડિશનર જરૂર કરો.