December 16, 2024

હોળી રમ્યાં બાદ સ્કિનની રાખો આ રીતે સંભાળ

Post Holi Skin Care: હોળી રમવાની ખૂબ મજા આવે છે. પરંતુ કેટલીકવાર તેના રંગોને દુર કરવા ખૂબ મુશ્કેલ બની જાય છે. ઉપરાંત તેમાં રહેલા રસાયણોને કારણે સ્કિન સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે ઘણા રંગો એવા હોય છે કે તેના કારણે ત્વચા શુષ્ક બની જાય છે. જેના કારણે ચહેરા અને શરીરમાં ખંજવાળ આવવા લાગે છે. આવી સ્થિતિમાં જો હોળી રમ્યા પછી તમને ત્વચામાં શુષ્કતાનો અનુભવ થવા લાગ્યો હોય. તો તમે ઘરે ઉપલબ્ધ વસ્તુઓથી નેચરલ ફેસ પેક બનાવી શકો છો. જે તમારી ત્વચાની ડ્રાઈનેશને દૂર કરવામાં મદદ કરી શકે છે.


એલોવેરા અને કાકડી
એલોવેરા અને કાકડી ડ્રાઈ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. આ ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. તમે 2 ચમચી એલોવેરા જેલ અને એક ચમચી કાકડીનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી શકો છો. જેને તમે તમારા ચહેરા પર લગાવી શકો છો.

ચંદન ફેસ પેક
જો તમારા ઘરમાં ચંદનનો ફેસ પેક હોય તો આ પણ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. ચહેરાની ડ્રાઈનેશને દુર કરવા માટે ચંદન ફેસ પેકનો પણ ઉપયોગ સારો રહી શકે છે. ચંદનના ફેસ પેકમાં નારિયેળ પાણી અથવા ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો અને પછી પાણીથી ચહેરો સાફ કરી લો.

આ પણ વાંચો: હોળીના રંગમાં ભંગ ના પડે તેનું રાખો ધ્યાન, કરો આટલી તૈયારી

દહીં અને હળદર
આ પેક બનાવવા માટે 2 ચમચી કાચું દૂધ લો અને તેમાં એક ચપટી હળદર ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને પેસ્ટ બનાવો. હવે તેને તમારા ચહેરા પર 20 મિનિટ સુધી લગાવ્યા પછી તમારા ચહેરાને સામાન્ય પાણીથી સાફ કરો.

મધ અને એલોવેરા
એક બાઉલમાં એક ચમચી મધ અને એલોવેરા જેલ મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવો અને પછી પાણીથી ચહેરો સાફ કરો. તે ત્વચાને નરમ અને હાઇડ્રેટ કરવામાં મદદ કરી શકે છે.