December 17, 2024

તાઈવાને ચીનને આપી સલાહ, કહ્યું- ‘ધમકી ન આપો, પાડોશી દેશો માટે હાથ ફેલાવો’

Taiwan advice to China: તાઈવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ તે પોતાના પ્રથમ વિદેશ પ્રવાસના સમાપન પર ચીનને મોટી સલાહ આપી છે. તેમણે ચીનને કહ્યું કે ધમકી ન આપો, તેના પડોશી દેશોને સામે હાથ ફેલાવો તો સારું છે. તેમણે શાંતિના ઉદ્દેશમાં બેઇજિંગ સાથે લડવાને બદલે પડોશી દેશોને તેના હાથ ફેલાવવાનું આહ્વાન કર્યું. નોંધનીય છે કે, લાઈ ચિંગ તેહે મે મહિનામાં કાર્યભાર સંભાળ્યા બાદ પોતાનો પ્રથમ વિદેશ પ્રવાસ કર્યો છે.

ચીંગ તેહે શુક્રવારે પેસિફિક ટાપુ રાષ્ટ્ર પલાઉમાં પત્રકારોને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ચિંગ તેહની મુલાકાતના જવાબમાં ચીન તાઈવાનની આસપાસ સૈન્ય અભ્યાસ હાથ ધરવાની અટકળો છે. તેમણે કહ્યું, “પડોશી દેશોને દબાણ કરવા માટે ગમે તેટલી સૈન્ય કવાયત અને યુદ્ધ જહાજો અને વિમાનોનો ઉપયોગ કરવામાં આવે, તે (ચીન) કોઈપણ દેશનું સન્માન જીતી શકશે નહીં.”

ચીન તાઈવાનથી નારાજ છે
ચીનના વિદેશ મંત્રાલયે ગુરુવારે તાઇવાનને અમેરિકાના તાજેતરના શસ્ત્રોના વેચાણના જવાબમાં 13 અમેરિકન કંપનીઓ અને છ અધિકારીઓ પર પ્રતિબંધોની જાહેરાત કર્યાના એક દિવસ બાદ રાષ્ટ્રપતિની ટિપ્પણી આવી છે. તેમણે કહ્યું, “મેં પહેલાં કહ્યું છે તેમ, જ્યારે સરમુખત્યારશાહી દેશો એક સાથે આવે છે, ત્યારે વૈશ્વિક અને પ્રાદેશિક સ્થિરતા અને વિકાસ સુનિશ્ચિત કરવા લોકતાંત્રિક દેશોએ એક થવું જોઈએ. નોંધનીય છે કે, ચીન હંમેશા તાઈવાનથી નારાજ રહે છે અને તે તેને પોતાનો ભાગ માને છે.