December 5, 2024

TMKOC: તારક મહેતા… ફેમ સોનુ બનશે દુલ્હન, જાણો કોણ છે તેનો પતિ?

TMKOC: ટેલિવિઝનનો ફેમસ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. આ શોને લઈ ગોસિપ ટાઉનમાં પણ કોઈને કોઈ વાતો થતી રહે છે. જોકે હવે શોની પૂર્વ એક્ટ્રેસ ચર્ચામાં છે. આ શોમાં સૌથી પહેલા સોનુની ભૂમિકા ભજવનાર એક્ટ્રેસ ઝિલ મહેતા પોતાના લગ્નને લઈ ચર્ચાં આવી ગઈ છે. આ શોમાં ઝિલને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો હતો કે શો છોડી દીધા બાદ પણ લોકો તેને સોનુના નામથી જ ઓળખે છે.

ઝિલનો ભાવિ પતિ કોણ છે અને તે શું કામ કરે છે?
ઝિલ મહેતાના ભાવિ પતિ વિશે વાત કરીએ તો અભિનેત્રી તેના બોયફ્રેન્ડ આદિત્ય દુબે સાથે લગ્ન કરવા જઈ રહી છે. આદિત્ય દુબેની વાત કરીએ તો તે ગેમિંગ સ્ટુડિયોનો બિઝનેસ કરે છે. આદિત્ય 3D કલાકાર હોવા ઉપરાંત કન્ટેન્ટ ક્રિએશન પણ કરે છે. જોકે હવે ઝિલ તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ કપલની જોડી ખુબ જ અદ્ભુત લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી
ઝિલ આ વર્ષની શરૂઆતમાં આદિત્ય દુબે સાથે સગાઈ કરી હતી, જેની તસવીરો તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી હતી. જો કે હવે લગ્ન પહેલા ઝિલ તેની બેચલર પાર્ટી માણી રહી છે. ઝિલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે એક પોસ્ટ પણ શેર કરી છે. ઝિલે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે બ્રાઈડ ટુ બી…

2012 માં શો છોડી દીધો
આ સિવાય જો ઝિલના તારક મહેતાના શોને છોડવાની વાત કરીએ તો તેણે વર્ષ 2012માં જ શોને અલવિદા કહી દીધું હતું. ખરેખરમાં ઝીલે આગળનો અભ્યાસ ચાલુ રાખવા માટે શો છોડી દીધો હતો. આ સાથે જો આપણે ‘સોનુ’ ના પાત્રની વાત કરીએ તો તે પલક સિધવાની ભજવી રહી છે. તે વર્ષ 2019માં શોમાં જોડાઈ હતી. પલક સિધવાનીને પણ દર્શકોનો ઘણો પ્રેમ મળે છે. લોકોને પલકની એક્ટિંગ પણ અદભૂત લાગે છે.