…તો શું તાપસીએ ગૂપચૂપ કરી લીધા લગ્ન! કોણ છે વરરાજા?
મુંબઈ: ફિલ્મ અભિનેત્રી તાપસી પન્નુએ તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અહેવાલો અનુસાર તેણે 23 માર્ચે ઉદયપુરમાં બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. તાપસી અને મેથિયાસ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા દિવસોથી તેમના લગ્નના અહેવાલો આવ્યા હતા. જોકે તાપસીએ તેની પુષ્ટિ કરી ન હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્નમાં બહુ ઓછા અને ખૂબ જ નજીકના મહેમાનો આવ્યા હતા. લગ્નમાં આવેલા મહેમાનોમાં પાવેલ ગુલાટી અને નિર્દેશક અનુરાગ કશ્યપ પણ સામેલ હતા.
થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે બંનેના લગ્ન શીખ અને ક્રિશ્ચિયન રિવાજ મુજબ થશે. બંનેના લગ્નની વિધિ 20 માર્ચે શરૂ થઈ હતી અને 23 માર્ચના રોજ લગ્ન સાથે પૂરી થઈ હતી. તેના નજીકના મિત્ર પવૈલ ગુલાટીએ બે દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નનો ફોટો શેર કર્યો હતો. તસવીરમાં તમામ મિત્રો લગ્નમાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આ તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, “અમને ખબર નથી કે અમે ક્યાં છીએ.”
View this post on Instagram
તાપસી પન્નુ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી રાઈટર કનિકા ધિલ્લોને ગઈકાલે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સુંદર ડ્રેસમાં જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તસવીરો પણ તાપસીના લગ્ન સમારોહની છે. તમને જણાવી દઈએ કે કનિકા અને તાપસીએ હસીન દિલરૂબા, મનમર્ઝિયાં, ડંકી અને ફિર આયી હસીન દિલરૂબા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. જોકે, આ મિત્રોએ પણ લગ્ન વિશે એક પણ શબ્દ લખ્યો નથી.
આ પણવાંચો: શું તાપસી પન્નુ કરી રહી છે લગ્ન? આખરે તોડ્યું મૌન
View this post on Instagram
તમને જણાવી દઈએ કે તાપસી પન્નુ અને મેથિયાસ લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનમાં છે. જોકે બંનેમાંથી કોઈએ ક્યારેય રિલેશનશિપ પર કંઈ કહ્યું નથી. બંનેની પહેલી મુલાકાત 2013માં થઈ હતી. મેથિયાસ ડેનિશ બેડમિન્ટન ખેલાડી છે અને તેણે 2015 યુરોપિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ પણ જીત્યો છે.