December 17, 2024

T20 World cup: વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના

T20 World cup: આઈપીએલ 2024 બાદ હવે લોકો T20 World cupની રાહ જોઈ રહ્યા છે. વિરાટ કોહલી સિવાય ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓ ન્યૂયોર્ક પહોંચી ગયા છે. ત્યારે વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના થઈ ગયા છે. થોડા જ સમયમાં તે ભારતીય ટીમ સાથે જોડાશે.

આખરે વિરાટ કોહલી
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી આખરે T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક જવા થઈ ગયા છે. વિરાટ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. થોડા જ સમયમાં તે ભારતીય ટીમ સાથે જોડાય જશે. હાલ કોહલી સિવાય ટી20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ તમામ ખેલાડીઓ પહોંચી ગયા છે. જેમાં 4 રિઝર્વ ખેલાડીઓ પણ છે. જે ખેલાડીઓ પહોંચી ગયા છે તે ખેલાડીઓઓ બુધવારથી ટ્રેનિંગ સીઝન પણ શરૂ કરી દીધી છે.

પ્રેક્ટિસ મેચમાં રમવા પર શંકા યથાવત
મીડિયા રિપોર્ટ્સમાં આપેલી માહિતી પ્રમાણે કોહલી T20 World cup માટે રવાના થઈ ગયો છે. મહત્વની વાત એ છે કે કોહલીના આવવાથી ટીમના ખેલાડીઓનું મનોબળ ચોક્કસ વધશે. એરપોર્ટ પર વિરાટ ચાહકોને ઓટોગ્રાફ આપતો જોવા મળી રહ્યો છે. IPL 2024માં વિરાટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. કોહલી આ ફોર્મને T20 વર્લ્ડ કપમાં પણ જાળવી રાખશે તેવી આશા ક્રિકેટ ચાહકો રાખી રહ્યા છે.

આ પણ વાંચો: R Praggnanandhaa રચ્યો ઇતિહાસ, ક્લાસિકલ ચેસમાં વર્લ્ડ નંબર 1 Magnus Carlsenને હરાવ્યો

પાકિસ્તાન સામે ટકરાશે
IPL 2024ની સિઝનમાં વિરાટનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેણે 15 મેચમાં 154.70ના સ્ટ્રાઈક રેટથી 741 રન બનાવીને તેની કારકિર્દીમાં બીજી વખત ઓરેન્જ કેપ એવોર્ડ જીત્યો હતો. સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ અને યુઝવેન્દ્ર ચહલ IPL ક્વોલિફાયર-2 પછી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપના ગ્રુપ Aમાં સામેલ છે. 9 જૂને ભારતીય ટીમ પાકિસ્તાન સામે ટકરાશે.