December 23, 2024

T20 World Cup Final: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી પહોંચી

T20 World Cup Final: T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ દિલ્હી એરપોર્ટથી બહાર પહોંચી ગયા છે. તમામ ખેલાડીઓ ટીમની બસમાં સવાર થઈને હોટલ પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયા આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

નીકળી શકી ન હતી
T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ આખરે ભારત પહોંચી છે. ફાઈનલ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ત્યાં આવેલા ચક્રવાતી તોફાનના કારણે તરત જ નીકળી શકી ન હતી. ટીમ ભારત બાર્બાડોસથી સીધા દિલ્હી પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજે સવારે 11 વાગ્યે ખેલાડીઓને મળશે. ત્યારબાદ આખી ટીમ મુંબઈ જવા રવાના થશે જ્યાં સાંજે વિજય પરેડ થશે.

આ પણ વાંચો: LPL 2024ની 5મી સિઝન; જાણો ભારતમાં ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઇવ મેચ જોઈ શકો છો

ખેલાડીઓ હોટલ પહોંચ્યા
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. ટીમ ભારત દિલ્હીની ITC મૌર્ય હોટલ પહોંચી છે. કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર આવ્યો હતો. તમને જણાવી રોહિત અને વિરાટએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય ટીમને દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રખાય છે. ટીમ ઈન્ડિયા માટે જર્સીના રંગની કેક તૈયાર કરવામાં આવી છે.