December 27, 2024

T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમના સભ્યોને IPL Auctionમાં આટલા મળ્યા પૈસા

IPL 2025 મેગા ઓક્શન પુર્ણ થઈ ગયું છે. આ વખતે હરાજીમાં કુલ 182 ખેલાડીઓની ખરીદવામાં આવ્યા છે. તમામ ટીમોએ હરાજીમાં કુલ 639.15 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. પંત IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે અને તેને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. આવો જાણીએ કે T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમના સભ્ય એવા ભારતીય ખેલાડીઓને કેટલા પૈસા મળ્યા.

T20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમના ખેલાડીઓને પૈસા મળ્યા
યશસ્વી જયસ્વાલ – 18 કરોડ
રોહિત શર્મા- 16.30 કરોડ
વિરાટ કોહલી – 21 કરોડ
અર્શદીપ સિંહ- 18 કરોડ
જસપ્રીત બુમરાહ- 18 કરોડ
સૂર્યકુમાર યાદવ – 16.35 કરોડ
રિષભ પંત- 27 કરોડ
સંજુ સેમસન- 18 કરોડ
હાર્દિક પંડ્યા- 16.35 કરોડ
મોહમ્મદ સિરાજ- 12.25 કરોડ
શિવમ દુબે- 12 કરોડ
રવિન્દ્ર જાડેજા- 18 કરોડ
અક્ષર પટેલ – 16.50 કરોડ
કુલદીપ યાદવ – 13.25 કરોડ
યુઝવેન્દ્ર ચહલ – 18 કરોડ

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહને મળી ગયો નવો બોલિંગ પાર્ટનર

T20 વર્લ્ડ કપનો ખિતાબ 17 વર્ષ બાદ જીત્યો
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં આ ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.