January 22, 2025

ભારતીય મહિલા ટીમ T20 World Cup 2024 માટે UAE જવા રવાના

Indian Women Cricket Team: મહિલા T20 વર્લ્ડ કપ 2024 3જી ઓક્ટોબરના શરૂ થવાનો છે. હરમનપ્રીત કૌરની કપ્તાનીવાળી ભારતીય મહિલા ટીમ સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ભારતીય મહિલા ટીમ UAE જવા રવાના થઈ ગઈ છે.

ફોટો કર્યો શેર
મહિલા T20 વર્લ્ડ કપ 2024 UAEમાં રમાવાનો છે. આ ટુર્નામેન્ટ 3જી ઓક્ટોબરથી શરૂ થવાની છે. આ મેચ માટે મહિલા ટીમ UAE જવા રવાના થઈ ગઈ છે. બીસીસીઆઈએ તેના સત્તાવાર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તેનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે તેમાં શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના અને બીજા ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. UAE જવા રવાના થવાના પહેલા હરમનપ્રીત કૌરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં સવાલોના જવાબ આપ્યા હતા.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલ પાસે નંબર વન બનવાની તક

હરમનપ્રીત કૌરે કહી આ વાત
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સમાં સમયે કહ્યું કે ટીમ ભારત ઓસ્ટ્રેલિયાને હરાવવા માટે સક્ષમ છે. આ સમયે તેમણે ટી20 વર્લ્ડ કપ 2020ને યાદ કર્યો હતો. રમનપ્રીત કૌરે ઓસ્ટ્રેલિયાને એક મજબૂત ટીમ પણ જણાવી હતી. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે અમે ઓસ્ટ્રેલિયાની ટીમને ટક્કર આપી શકીએ છીએ. અમારી પાસે વર્લ્ડ કપ જીતવાની શાનદાર તક આવી રહી છે. જો અમે T20 વર્લ્ડ કપ જીતીશું તો આવું પ્રથમ વખત બનશે.