December 23, 2024

T20 World Cup 2024માં ટીમ ઈન્ડિયા પાસે આ બે ટીમો પાસેથી બદલો લેવાની તક

T20 World Cup 2024: વર્લ્ડ કપ 2024માં ચાલી રહ્યો છે. તેમાં પણ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમને મુકાબલો થવાનો છે. જોકે આ મેચનું આયોજન થશે કે તે કહેવું નક્કી નથી કારણે કે હાલ સેન્ટ લુસિયામાં વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. જો આ મેચનું આયોજન થશે નહીં તો ચોક્કસ ટીમ ઈન્ડિયાને ફાયદો થવાનો છે. આજની મેચ રદ થશે તો ટીમ ઈન્ડિયા સીધી સેમિફાઇનલમાં પહોંચી જશે. બીજી બાજૂ ઓસ્ટ્રેલિયાની ટીમને રાહ જોવી પડશે. પરંતુ આ વચ્ચે ભારતની ટીમને 2 ટીમની સાથે બદલો લેવાની તક છે. જેને ટીમ ઈન્ડિયા પુરી કરી શકે છે.

વર્લ્ડ કપમાં હારી ગયું હતું.
વર્ષ 2023નો ODI વર્લ્ડ કપ ભારતીય ટીમ કયારે પણ ભૂલી શકશે નહીં. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે તેની તમામ મેચો સતત જીતી હતી. આ સાથે જ ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો. આ સમયે ફાઇનલમાં તેનો સામનો ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે થયો હતો. આ સમયે ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારવાનો વારો આવ્યો હતો. આ હારની સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ ટાઇટલ જીતવાનું સપનું તૂંટી ગયું હતું. આ સમયે જે ભારતીય ટીમને હાર મળી હતી તે કોઈ પણ ભારતીય ભૂલી ના શકે.

આ પણ વાંચો: IND vs AUS મેચ પહેલાં સેન્ટ લુસિયામાં ભારે વરસાદ, વીડિયો વાયરલ

ઈંગ્લેન્ડ સામે હારી ગઈ
વર્ષ 2022માં T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ હતી. આ સમયે ભારતીય ટીમનો સામનો ઈંગ્લેન્ડ સાથે હતો. જેમાં ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડે 10 વિકેટે હરાવી દીધી હતી. આ વખતે પણ એવું સમીકરણ છે કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સેમીફાઈનલ રમાઈ શકે છે. જેના કારણે આ મેચમાં ભારતીય ટીમને 2 આશા રહેશે. જેમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશવાનું અને બીજૂં ઈંગ્લેન્ડનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર કરવાની.