ભારત-પાકિસ્તાન જ્યાં ટકરાશે તે સ્ટેડિયમની પિચ કેવી રહેશે?
T20 World Cup: આઈપીએલ 2024 પછી લોકો હવે T20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાન અને ભારતના મુકાબલાની ક્રિકેટ ચાહકો આતુરતાથી આ મેચની રાહ જોઈ રહ્યા છે.
સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું
ટૂર્નામેન્ટનું આયોજન આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવું બની રહ્યું છે કે અમેરિકામાં ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે લોકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ક્રિકેટ ચાહકોનું ધ્યાન ને ન્યૂયોર્કમાં બનેલા અસ્થાયી સ્ટેડિયમની પીચ પર છે. આવો જાણીએ કેવી રહેશે આ મેદાનની ભારત-પાકિસ્તાનની મેચમાં પીચ. નાસાઉ કાઉન્ટીના આઈઝનહોવર પાર્કમાં સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: T20 World cup: વિરાટ કોહલી વર્લ્ડ કપમાં ભાગ લેવા ન્યૂયોર્ક જવા રવાના
રોહિત-દ્રવિડને પિચ કેવી લાગી?
ભારતીય કોચ અને કેપ્ટન ICC દ્વારા આયોજિત કાર્યક્રમ માટે આજે નાસો ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર પિચ સારી અને સામાન્ય લાગી, જે બેટિંગ માટે સારી લાગે છે. ICCએ કેપ્ટન રોહિતનો એક વીડિયો પણ શેર કર્યો છે. રોહિતે તો આ મેદાનની સુંદરતાના વખાણ કર્યા છે. આશા પણ રાખી હતી કે ખેલાડીઓને આ પીચ અનુરુપ થવામાં મદદ કરશે. ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ ચ 5 જૂને આયર્લેન્ડ સામે રમાવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો 9મી જૂન થવાનો છે. નાસો કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં કુલ 8 ગ્રુપ સ્ટેજ મેચો રમાશે.