December 19, 2024

T20 world cupમાં Kohli ઓપનિંગ કરશે: Navjot Singh Sidhu

T20 world cup 2024: ભારત T20 વર્લ્ડ કપની મેચ માટે તૈયાર છે. રોહિત શર્માની કપ્તાની હેઠળ 5 જૂને આયર્લેન્ડ સામે ગ્રુપ સ્ટેજની પ્રથમ મેચ રમવાની છે. આ મેચનું આયોજન થાય તે પહેલા ગઈ કાલે ભારતની ટીમે બાંગ્લાદેશ સામે એકમાત્ર પ્રેક્ટિસ મેચ રમી હતી. આ પ્રેક્ટિસ મેચમાં ભારતની ટીમ જીત મેળવી હતી. આ પ્રેક્ટિસ મેચ દરમિયાન ભારતની ટીમે ટોપ ઓર્ડરમાં ઘણા ફેરફાર કર્યા હતા. જેના કારણે સતત ચર્ચા થઈ રહી છે.

ખલબલી મચી ગઈ
ટી-20 વર્લ્ડ કપની પોતાની વોર્મ-અપ મેચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી દીધું છે. 60 રનથી બાંગ્લાદેશની હાર થઈ છે. ભારત તરફથી રોહિત શર્મા અને સંજુ સેમસન ઓપનિંગ કરવા માટે આવ્યા હતા. જેણે દરેકને ચોંકાવી દીધા હતા. જોકે તેનો આ પ્રયોગ સફળ રહ્યો ના હતો. સંજુ માત્ર હવે 1 રનથી આઉટ થઈ ગયો હતો. ત્યારે આજે નવજોત સિંહ સિદ્ધુએ એક એવું નિવેદન આપ્યું છે.

નવજોત સિંહ સિદ્ધુએ શું કહ્યું
નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે સંજુ અને રોહિતે પ્રયોગ કરીને એ બતાવ્યું કે ઓપનિંગ જોડી બદલાવાની જરૂર છે. મને પૂરો વિશ્વાસ છે. ભારત માટે વિરાટ કોહલી અને રોહિત શર્મા ઓપનિંગ કરવા જઈ રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું પંત ઈલેવનમાં રમશે. નંબર 3 પર સુર્યા બેટિંગ કરી શકે છે. જો આ ઓપનિંગ જોડી સાથે ભારત મેચમાં ઉતરશે તો ટીમ ઈન્ડિયાની જીત ચોક્કસ છે.

આ પણ વાંચો: T20 World Cup વચ્ચે આ ભારતીય ખેલાડીએ કર્યા લગ્ન, ફોટો વાયરલ

જીત મેળવી
બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં ભારતે જીત મેળવી છે. આ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 182 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની ટીમનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારત તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી હતી.