December 19, 2024

Jasprit Bumrah આવું કરનાર ચોથો ભારતીય ખેલાડી બન્યો

T20 World Cup 2024: જસપ્રીત બુમરાહે ટી20 વર્લ્ડ કપ 2024માં આયર્લેન્ડ સામે જોરદાર પ્રદર્શન કર્યું છે. તેણે બોલિંગની 3 ઓવરમાં માત્ર 6 રન આપ્યા હતા. તેણે 2 વિકેટ પણ લીધી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની જીત બાદ બુમરાહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત ICC T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર જીત મેળવી છે. ગ્રુપ-Aમાં સામેલ ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ જીતી લીધી છે. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આયરિશ ટીમને માત્ર 96 રનમાં આઉટ કરી દીધી હતી. જસપ્રીત બુમરાહે પોતાની બોલિંગથી તમામ ક્રિકેટ ચાહકોને ચોંકાવી દીધા હતા. બુમરાહને આ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રોહિત શર્માએ એક જ મેચમાં બનાવ્યા આ રેકોર્ડ, કોહલી-બાબર પણ પાછળ

ચોથો ભારતીય ખેલાડી બન્યો
જસપ્રીત બુમરાહ ત્રણેય ICC મર્યાદિત ઓવરની ટૂર્નામેન્ટ, ODI વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ચોથો ખેલાડી બની ગયો છે. આ લિસ્ટમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી યુવરાજ સિંહનું નામ પહેલા સ્થાન પર છે. એ બાદ વિરાટ અને રોહિતનું નામ આવે છે. બુમરાહે T20 ઈન્ટરનેશનલમાં 5મી વખત આ એવોર્ડ જીત્યો છે. આઈપીએલ બાદ તમામ ક્રિકેટ ચાહકોની નજર ટી20 વર્લ્ડ કપ 2024 પર છે. પાકિસ્તાન અને ભારતના મુકાબલાની રાહ જોવાઈ રહી છે. બુમરાહે અત્યાર સુધી પાકિસ્તાન વિરૂદ્ધ T20 ઈન્ટરનેશનલમાં કુલ 3 મેચ રમી છે.