December 23, 2024

IND Vs ENG મેચ પહેલા મેદાન બન્યું તળાવ, ધોધમાર વરસાદથી ઈંગ્લેન્ડ ટેન્શનમાં

T20 World Cup 2024 IND vs ENG Semi Final 2: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિફાઇનલ પહેલા ઇંગ્લેન્ડની ટીમની ચિંતા વધી ગઈ છે. કારણ કે અત્યારે ગુયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે મેચ રદ થશે તો ભારતની ટીમને ચોક્કસ ફાયદો થશે. ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલમાં પહોંચી જશે. વરસાદના કારણે આજની મેચ રદ થવાની સંભાવનાઓ વધી રહી છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટને આ અંગે પણ સવાલો કર્યા છે.

ઈંગ્લેન્ડની મુશ્કેલી વધી
હાલ અત્યારે ગુયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થવાની છે. મેચ પહેલા ભારે વરસાદ પડી રહ્યો છે. ગયાનામાં છેલ્લા ઘણા દિવસો વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મેદાન પણ ભીનું થઈ ગયું છે. હવે ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ કેપ્ટને આ અંગે જમીન પર સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: …તો ટીમ ઈન્ડિયા સીધી ફાઈનલ મેચ રમશે, આજની મેચમાં વરસાદની 90 ટકા શક્યતા

ભારે વરસાદનો ખતરો
ગયાનામાં વરસાદ પડી રહ્યો છે. જેનો ફોટો એક સોશિયલ મીડિયા યુઝરે મૂક્યો છે. જેમાં તેણે લખ્યું કે હાલ ગુયાનામાં ભારે વરસાદ પડી રહ્યો છે. જો આજની મેચ રદ થાય છે તો ભારતીય ટીમ સેમિફાઇનલ જીત્યા વિના વર્લ્ડ કપ ફાઇનલ રમનારી બીજી ટીમ બની જશે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોને એક પોસ્ટ કરી છે તેમાં તેમણે લખ્યું કે ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ વોને આ પોસ્ટ પર લખ્યું કે આ ચોમાસાની સિઝન છે, ભારે વરસાદનો ખતરો છે, હું સમજી શકું છું પરંતુ સમગ્ર આઉટફિલ્ડ માટે આટલું ઓછું કવર કેમ છે? તમને મેદાનને ઢાકવા માટે મોટી માત્રામાં કવર મળે છે.