January 16, 2025

T20 World Cup 2024માં સુપર 8ની 7 ટીમો કન્ફર્મ, 8મા સ્થાન માટે આ ટીમો વચ્ચે મુકાબલો

T20 World Cup 2024: કુલ 7 ટીમોએ T20 વર્લ્ડ કપ સુપર 8 માટે નક્કી થઈ ગઈ છે. જેમાં ભારત, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. 7 સ્થાનની પુષ્ટિ થઈ ગઈ છે. 8માં સ્થાનને લઈને હાલ મુકાબલો બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે થશે.

પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું
હાલ કુલ 7 ટીમોએ સુપર 8 માટે પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. તેમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. હવે 8માં સ્થાન માટે 2 ટીમ સાથે સ્પર્ધા કરી રહી છે. ત્યારે 8માં સ્થાનને લઈને બાંગ્લાદેશ અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થવાનો છે. 8માં સ્થાન પર કંઈ ટીમ આવશે તે હવે જોવાનું રહ્યું. નેપાળની ટીમને હવે સુપર 8માં પહોંચવાની કોઈ શક્યતા નથી.

આ પણ વાંચો:ઓસ્ટ્રેલિયા મેચ જીતતાંની સાથે જ આ ટીમનું ભાગ્ય ખુલ્યું

બાંગ્લાદેશ અને નેધરલેન્ડ ટીમો:

નેધરલેન્ડ્સ: પોલ વાન મીકરેન, રેયાન ક્લાઈન, સાકિબ ઝુલ્ફીકાર, સાયબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), આર્યન દત્ત, બાસ ડી લીડે, કાયલ ક્લાઈન, લોગાન વાન બીક, મેક્સ ઓ’ડાઉડ, માઈકલ લેવિટ, ટિમ પીરિંગ સિંઘ, વિવ કિંગમા, વેસ્લી બેરેસી

બાંગ્લાદેશઃ તનજીદ હસન તમીમ, શાકિબ અલ હસન, તૌહીદ હૃદોય, મહમૂદ ઉલ્લાહ રિયાદ, ઝખાર અલી અનિક, તનવીર ઈસ્લામ, શાક મહેદી હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, લિટન દાસ, સૌમ્ય સરકાર, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકિબ