અમેરિકામાં ટૂર્નામેન્ટ કરવાથી ICCને ગઈ ખોટ? વાર્ષિક બેઠકમાં પૈસાના મુદ્દે તણખા ઝરી શકે

T20 WC: T20 વર્લ્ડ કપ સમાપ્ત થયાને લગભગ બે અઠવાડિયા વીતી ગયા છે. હવે એવું માનવામાં આવે છે કે ટૂર્નામેન્ટને અમેરિકામાં રમવા પાછળનો ખર્ચો વધી ગયો છે. ICC બોર્ડ 19 જુલાઈના રોજ કોલંબોમાં યોજાનારી તેની વાર્ષિક બેઠક દરમિયાન નુકસાન અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. T20 વર્લ્ડ કપનું ઓડિટ પૂર્ણ થયું નથી, તેથી નુકસાનના આંકડાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કારણ કે દર્શકોની ટિકિટમાંથી મળેલી રકમની સંપૂર્ણ ગણતરી કરવાની બાકી છે.
લાખો ડૉલરમાં નુકસાન પહોંચી શકે
જોકે બોર્ડના મુખ્ય સભ્યો માને છે કે, ટૂર્નામેન્ટના યુએસ લીગમાં નુકસાન લાખો ડોલરમાં જઈ શકે છે. એવું જાણવા મળ્યું છે કે, ટૂર્નામેન્ટ ડિરેક્ટર ક્રિસ ટેટલીએ રાજીનામું આપી દીધું છે. પરંતુ ઘટનાક્રમથી વાકેફ સૂત્રોના જણાવ્યા અનુસાર 49 વર્ષીય ઈંગ્લેન્ડના સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટરે ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં જ રાજીનામું આપવાનું મન બનાવી લીધું હતું. આઈસીસી બોર્ડના એક સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, ઘણા સભ્યો ટેટલીના પ્રદર્શનથી ખુશ નથી. પરંતુ એવું કહી શકાય નહીં કે T20 વર્લ્ડ કપના અમેરિકા લેગને તેની સાથે કોઈ લેવાદેવા હતી. ઓછામાં ઓછી ત્રણ ICC વૈશ્વિક ટૂર્નામેન્ટ અને તમામ સહયોગી રાષ્ટ્રો T20 ઇન્ટરનેશનલ સ્ટેટસ ધરાવતા હોવાથી, મેનેજમેન્ટનું કામ સતત ચાલુ છે. એવું માનવામાં આવે છે કે ટેટલીએ થોડા સમય પહેલા જ પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: નવા કોચ માટે વિરાટની ‘ગંભીર’ સલાહ ન લેવાઈ, પંડ્યાનું મંતવ્ય નોંધાયું
આવા સવાલની પણ ચર્ચા
ઈવેન્ટના સંચાલન સાથે નજીકથી કામ કરનારા લોકો માનતા હતા કે, ICC ખરેખર ટિકિટના વેચાણ દ્વારા સારી કમાણી કરશે. પ્રીમિયર ઇવેન્ટ માટે યજમાન તરીકે ન્યૂ યોર્ક સિટીની પસંદગી ICCના પ્રભાવશાળી સભ્યોને જે બાબતમાં નારાજગી છે. નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમની પિચ અને આઉટફિલ્ડની ભારે ટીકા કરવામાં આવી હતી અને તેને વધુ સારી રીતે સંભાળી શકાઈ હોત.આ ઈવેન્ટ અમેરિકામાં યોજાવાની હતી અને ન્યૂયોર્ક સિવાય અન્ય શહેરો પણ હતા જ્યાં મેચ યોજાઈ શકે. શા માટે આ બાબત ધ્યાનમાં લેવામાં ન આવી? પિચને ચકાસવા માટે શા માટે કોઈ પ્રેક્ટિસ મેચ રમાઈ ન હતી? આ પીચ ચોક્કસપણે ટોચના સ્તરના ક્રિકેટ માટે અનુચિત હતી.