January 16, 2025

બશર અલ-અસરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું? જાણો શું છે સત્ય…

સીરિયાઃ પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદની શોધ ચાલી રહી છે. બળવાખોર જૂથના લડવૈયાઓ એવા લોકોની પૂછપરછ કરી રહ્યા છે, જેમની પાસે અસદ વિશે માહિતી હોઈ શકે છે. આ દરમિયાન એક ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે, સીરિયાની રાજધાની દમાસ્કસથી ઉડાન ભરનારું છેલ્લું વિમાન ઇલ્યુશિન-76 હતું, જેની ફ્લાઇટ નંબર સીરિયન એર 9218 છે અને બશર અલ-અસદ બોર્ડમાં હોવાનું માનવામાં આવે છે.

વિમાને દમાસ્કસથી ઉડાન ભરી હતી અને બાદમાં અચાનક સંપર્ક તૂટી ગયો હતો. હવે બળવાખોરોએ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, અસદનું શું થયું. વિદ્રોહી દળોએ વિમાન ઉપડ્યાના થોડા સમય પહેલા એરપોર્ટ પર કબજો કરવાનું શરૂ કર્યું હતું. પ્લેન પહેલા પૂર્વ દિશામાં ઉડે છે, પછી અચાનક ઉત્તર તરફ વળે છે. પરંતુ થોડા સમય પછી જ્યારે પ્લેન હોમ્સ (સીરિયાનું એક મોટું શહેર) ઉપર ઉડી રહ્યું હતું, ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો.

બળવાખોરોએ રવિવારે દાવો કર્યો હતો કે, દમાસ્કસ હવે આઝાદ થઈ ગયું છે અને અસદ રાજધાની છોડીને ભાગી ગયા છે. ત્યારથી અસદની કોઈ જાહેર નિવેદન અથવા હાજરી નથી. વિદ્રોહી લડવૈયાઓએ હવે અસદને શોધવાનું શરૂ કરી દીધું છે અને તે સીરિયા છોડીને ગયો હોય તેવા વિમાનની રહસ્યમય ઉડાન અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અસદનું પ્લેન ક્રેશ થયું છે.