January 16, 2025

માત્ર માવાથી નહીં શક્કરિયાથી પણ બને ગુલાબજાંબુ, સ્વાદમાં નહીં પડે કોઈ ફેર

Sweet Potato Gulab Jamun Recipe: શિયાળામાં ગરમાગરમ ગુલાબજામુન ખાવા મળે તો મજા જ આવી જાય છે. પરંતુ શું તમને ખબર છે કે શક્કરિયામાંથી પણ તમે ગુલાબ જામુન બનાવી શકો છો. પહેલીવારમાં સાંભળતા જ નવું લાગ્યું હશે પરંતુ શક્કરિયામાંથી પણ તમે ટેસ્ટી ગુલાબ જામુન બનાવી શકો છો. આવો જાણીએ કે આ શક્કરિયામાંથી ગુલાબ જામુન કેવી રીતે બનાવશો.

પહેલું સ્ટેપ
શક્કરિયામાંથી ગુલાબ જામુન બનાવવા માટે તમારે શક્કરિયા લેવાના રહેશે. હવે તમારે તેને સારી રીતે બાફી લેવાના રહેશે. બાફી લીધા પછી તમારે મેશ કરી લેવાના રહેશે.

બીજું સ્ટેપ
આ બાફેલા શક્કરિયામાં તમારે અડધો કપ દૂધ પાવડર અને 2 ચપટી બેકિંગ પાવડ અને દેશી થોડું ઘી ઉમેરવાનું રહેશે. હવે આ બધું મિક્સ કરી દો. તમારે આ મિક્સ કરીને લોટ બાંધી લેવાનો રહેશે. 15 મિનિટ ઢાંકીને સેટ થવા દો.

ત્રીજું સ્ટેપ
ગુલાબ જામુનની ચાસણી હવે તૈયાર કરી દો. આ માટે 1 કપ ખાંડ અને 1 કપ કરતા થોડું ઓછું પાણી ઉમેરીને ચાસણી બનાવવાની રહેશે. તમે સ્વાદ માટે તેમાં લીલી ઈલાયચી ઉમેરી શકો છો.

ચોથું સ્ટેપ
શક્કરિયાનું કણક તૈયાર કરેલું છે તેના નાના નાના જામુન તૈયાર કરી દો. હવે તેને તળવા માટે ગરમ તેલ લો. હવે તેમાં આ બોલને તળી લો.

આ પણ વાંચો: માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ

પાંચમું સ્ટેપ
બધા ગુલાબ જામુનને ફ્રાય કરી દો. આ પછી તમારે તેને ચાસણીમાં ડૂબાડીને થોડી વાર રહેવા દો. શક્કરિયામાંથી બનાવેલ ટેસ્ટી અને સુપરસોફ્ટ ગુલાબ જામુન તૈયાર છે. મહેમાન આવે ત્યારે ઝટપટ બનાવીને પીરસો.