સ્વામિનારાયણ સંપ્રદાય ફરી આવ્યો વિવાદમાં, સ્વામીઓ ભગવાનના અવતાર હોવાનું દર્શાવ્યું

રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાય ફરી વિવાદમાં આવ્યો છે. રાજકોટના રૈયા રોડ પરનું જાગાસ્વામી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ મંદિર વિવાદમાં આવ્યું છે. તમામ સ્વામીઓના નામ તેમજ તેઓ પહેલા ક્યા અવતારમાં હતા તે લિસ્ટ સાથેનું બેનર વાયરલ થયું હતું.

રૈયા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી મહારાજના તમામ શિષ્યને ભગવાનના વિવિધ અવતારો તરીકે દર્શાવાયા છે. સ્વામીઓ પૂર્વ જન્મમાં ભગવાન શંકર, શ્રી કૃષ્ણ ભગવાન, હનુમાનજી, લક્ષ્મીજી સહિત દેવી-દેવતાઓના અવતારોમાં હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આ બેનર વાયરલ થતા ન્યુઝ કેપિટલ ઘટનાના મૂળ સુધી પહોંચ્યું હતું. મીડિયા પહોંચતા જ પિલર પરથી બેનરને હટાવી દેવામાં આવ્યું હતું. જે પિલર પરથી બેનર હટાવાયું તે પિલર અને આસપાસના ફોટોની ન્યુઝ કેપિટલે પુષ્ટિ કરી હતી. મંદિરના સંચાલકોએ બેનર આ જ મંદિરમાં અગાઉ હોવાની વાત કરી હતી. મંદિરના હરિભક્તે મંદિરના બચાવમાં કહ્યું અમારા હાથમાં 1 વર્ષથી સંચાલન છે. અગાઉના લોકોએ કદાચ રાખેલ હોઈ શકે, અમે સંચાલન હાથમાં લીધું ત્યારથી બેનર નથી.