સ્વામિનારાયણ સંપ્રદાયનું ‘નીલકંઠ ચરિત્ર’ પુસ્તક વિવાદમાં, જલારામ બાપા બાદ ભગવાન શિવનું અપમાન

Rajkot News: સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફરી વાર એવો જ બનાવ સામે આવ્યો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા લિખિત વધુ એક પુસ્તકમાં વિવાદિત લખાણ લખાયું હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: IPL 2025 માટે BCCI એ નવા નિયમો કર્યા જાહેર, ખેલાડીઓને નહીં મળે આ પરવાનગી
બીજેપીની મીઠી નજર હેઠળ સનાતન ધર્મનું અપમાન
બાળકો માટે લખાયેલ “નીલકંઠ ચરિત્ર” પુસ્તકમાં ભગવાન શિવ પાર્વતીને નીલકંઠની સેવા કરતા દર્શાવાયા છે. પુસ્તકના પેઈજ નંબર 10 માં લખાયું છે ” મેળામાં નીલકંઠની મહાદેવ અને પાર્વતીજીએ બ્રહ્મણનો વેશ ધારણ કરીને સેવા કરી” હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા ફરેણીના સ્વામીનો વીડિયો વાયરલ થયો હતો. આ મામલે બ્રહ્મણ અગ્રણી ઇન્દ્રનિલ રાજગુરુએ નિવેદન આપ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયને આવું હિન્ન કક્ષાનું લખવું પડે તે શરમજનક બાબત છે. સંપ્રદાયમાં સંપુર્ણતા હોય તો બીજા કોઈને નમતા શુકામ દેખાડાય? ક્યારેક હનુમાનજીતો ક્યારેક મહાદેવજી પર ટિપ્પણી કરાઈ રહી છે. મન ફાવે તેવું વર્તન કરાઈ છે. બીજેપીની મીઠી નજર હેઠળ સનાતન ધર્મનું અપમાન કરાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયને ફક્ત નાણાંમાં રસ છે.