December 22, 2024

સુત્રાપાડામાં મગફળી ખરીદીનું વધુ એક સેન્ટર ફાળવવા કૃષિ મંત્રીને કરાઈ રજૂઆત

Sutrapada News: સુત્રાપાડામાં મગફળી ખરીદીનું વધુ એક સેન્ટર ફાળવવા કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ મંત્રી જશા બારડે કૃષિ મંત્રીને રજૂઆત કરી છે. APMCમાં વધારાનું સેન્ટર ફાળવવા કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં લાગી આગ, ફાયર વિભાગને કરાઈ જાણ

રાઘવજી પટેલને લેખિત રજૂઆત કરી
કૃષિ મંત્રી રાઘવજી પટેલને લેખિતમાં મગફળી ખરીદીનું વધુ એક સેન્ટર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. 5100 પૈકી 1400 જેટલા જ ખેડૂતોને મગફળી થઈ છે. એક સેન્ટરના કારણે ખરીદી અસંતોષકારક થઈ રહી હોવાથી રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની પરિસ્થિતિને ધ્યાને લઈ વધારાનું સેન્ટર ફાળવવા માંગ કરવામાં આવી છે.