December 25, 2024

સુરત: નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળી આવતા ખળભળાટ

Surat: કોલકાતાની ઘટનાના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ગુજરાતના સુરતની ઘટના સામે આવી છે. સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. નવસારીના ઓયો હેપ્પી સ્ટેટમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેને લઈને સુરત પોલીસ દોડતી થઈ છે.

મળતી માહિતી અનુસાર સુરતમાં 23 વર્ષીય ભાવિકા પટેલનો મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાવિકા સુરતમાં નર્સિંગમાં અભ્યાસ કરતી હતી. તેનો મૃતદેહ નવસારીના ઓયો હેપ્પી સ્ટેટમાંથી મળી આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવિકા ભાર્ગવ સાથે હોટલ ગઈ હતી. ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી.

નોંધનીય છે કે જ્યાં ભાવિકાનો મૃતદેહ મળ્યો ત્યાં નવસારી પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પરિવારે ભાવિકાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાને લઈને દેશભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેને લઈને દેશભરમાં લોકો વિરોધ કરી રહ્યા છે. જ્યારે આજે તમિલનાડુમાં નર્સિંગની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, થેનીની એક નર્સિંગ વિદ્યાર્થિનીનું ડિંડીગુલ જિલ્લામાં અજાણ્યા લોકો દ્વારા અપહરણ અને દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ આરોપી પીડિતાને ડિંડીગુલ રેલવે સ્ટેશન પાસે છોડીને ભાગી ગયો હતો. ડિંડીગુલ જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપે સોમવારે આ ઘટના વિશે માહિતી આપી અને કહ્યું કે આરોપીએ પીડિતાને ડિંડીગુલ રેલવે સ્ટેશન પાસે છોડી દીધી. જ્યાં તેણે પોલીસની મદદ માંગી.

આ પણ વાંચો: તમિલનાડુમાં નર્સિંગની વિદ્યાર્થીનીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ, પીડિતા સારવાર હેઠળ