February 16, 2025

પાટણમાં 6 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી અને 16 લાખની કિંમતનું તેલ જથ્થો સીઝ

પાટણ: પાટણમાં નકલીની બોલબાલા ચરમસીમાએ પહોંચી છે ત્યારે ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો વિરુદ્ધ SOG અને ફુડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. પાટણમાં ત્રણ દરવાજા ઘી બજાર વિસ્તારમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપ્યો છે. રૂપિયા 6 લાખની કિંમતનું ઘી તેમજ 16 લાખની કિંમતનું તેલ સીઝ કર્યું હતું.

અધિકારીઓએ 1059 કિલો ઘી તેમજ 86 કિલો તેલનો જથ્થો સીઝ કર્યો છે. જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય હોવાની શંકાના આધારે સીઝ કરાયું છે. થોડા દિવસ અગાઉ સિદ્ધપુર GIDCમાંથી પણ ડુપ્લીકેટ તેલ ઝડપાયું હતું. ભાવેશ મોદી નામના વેપારી વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.