માંગરોળ બંદરથી મળ્યુ શંકાસ્પદ કબૂતર, પગમાં નંબર ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં જોવા મળ્યું લખાણ

Junagadh: માંગરોળ બંદરથી શંકાસ્પદ કબૂતર મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ કબૂતરના પગમાં નંબર ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં લખાણ જોવા મળ્યું છે. જેને લઈને સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. મરીન પોલીસને તપાસ સોંપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર માંગરોળ બંદરથી ગત રાતે પગમાં નંબરો લખેલું ટેગ અને પાંખોમાં અજાણી ભાષામાં લખાણ લખેલું કબૂતર મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે, હાલ સુરક્ષા એજન્સીએ તપાસ હાથ ધરી છે. આ તપાસ મરીન પોલીસેને સોંપવામાં આવી છે. જોરેસ તપાસમાં વાંધાજનક કશું સામે આવ્યું નથી. જેથી રેસિંગ વાળા કબુતર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરબ દેશો કબૂતરની હરીફાઈ યોજતા હોય છે. આરબના દેશોમાં હરીફાઈઓમાં જોડાતા કબૂતરોની ઓળખ માટે તેમના માલિકો આવી ચિપ્સ લગાડીને પાંખ ઉપર ઓળખ માટેના નામ લખે છે, તેથી આ કબુતરો આ પ્રકારના હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: દાંતીવાડામાંથી ઝડપાયા 3 બોગસ ડોક્ટર, ડિગ્રી વગર કરી રહ્યા હતા પ્રેક્ટિસ