આ ખેલાડીઓએ ઓરેન્જ કેપનો ઠોક્યો દાવો, નિકોલસ પૂરનું સ્થાન જોખમમાં

Suryakumar Yadav: આઈપીએલની મેચ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ પોઈન્ટ ટેબલમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ઓરેન્જ કેપની રેસ રસપ્રદ જોવા મળી રહી છે. દરેક ટીમે 7 મેચ રમી છે. L&T ના નિકોલસ પૂરન હાલમાં આરેન્જ કેપની રેસમાં આગળ છે. સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ આ કેપ માટે દાવો ઠોક્યો છે.
આ પણ વાંચો: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના ગ્રેડમાં ફક્ત આ ખેલાડીને મળ્યો જબરદસ્ત ફાયદો
નિકોલસ પૂરને અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા
આ વર્ષની આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી નિકોલસ પૂરન છે. જે હાલ લખનૌની ટીમ તરફથી રમી રહ્યો છે. અત્યાર સુધીમાં આ સિઝનમાં તેણે 368 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદી પણ સામેલ છે. બીજા સ્થાન પર , સાઈ સુદર્શન આવે છે. સાઈ સુદર્શન ગુજરાતની ટીમમાંથી રમી રહ્યો છે. તેણે 365 રન ફટકાર્યા છે. ત્રીજા સ્થાને સૂર્યકુમાર યાદવ અને ચોથા સ્થાને વિરાટ કોહલી આવે છે.