ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી હવે ફિટ, બાંગ્લાદેશ સામે સંભાળશે મોટી જવાબદારી
Suryakumar Yadav: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલી શ્રેણીની મેચમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. પહેલી મેચ પુર્ણ થતાની સાથે જ બીસીસીઆઈએ બીજી ટેસ્ટ માટે જાહેરાત કરી દીધી છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે.
આ ખેલાડી સંપૂર્ણ રીતે ફિટ
ટીમ ઈન્ડિયાની પ્રથમ સિરીઝ મેચમાં જીત પ્રાપ્ત કરી લીધી છે. જ બીસીસીઆઈએ બીજી ટેસ્ટ મેચની પણ જાહેરાત તરત કરી દીધી છે. આ ટેસ્ટ મેચનું આયોજન કાનપુરમાં કરવામાં આવશે. આ વચ્ચે એક મહત્વની સમાચાર સામે આવ્યા છે. જેમાં , ભારતના એક સ્ટાર ખેલાડીને NCA દ્વારા સંપૂર્ણ રીતે ફિટ જાહેર કરી દેવામાં આવ્યો છે. દુલીપ ટ્રોફીના ત્રીજા રાઉન્ડમાં ઈન્ડિયા B ટીમ તરફથી પણ રમી રહ્યો છે. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ અમે જેની વાત કરી રહ્યા છીએ તે ખેલાડી સૂર્યકુમાર યાદવ છે.
આ પણ વાંચો: ચેન્નાઈમાં જીત બાદ તરત જ BCCIએ બીજી ટેસ્ટ માટે કરી ટીમ ઈન્ડિયાની જાહેરાત
આ જવાબદારી સંભાળશે
ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ બાદ T20 શ્રેણી પણ રમશે. સૂર્યકુમાર યાદવ હાલ સંપૂર્ણપણે ફિટ જોવા મળી રહ્યો છે. સૂર્યા આ T20 સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાની કપ્તાની સંભાળશે. દુલીપ ટ્રોફીમાં તેને જોઈને ચાહકોને ઘણી આશા હતી કે તે ટીમ ઈન્ડિયામાં ફરી જોડાય. દુલીપ ટ્રોફીમાં તે ખાલી 21 રન બનાવવામાં સફળ રહ્યો હતો. ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગૂઠામાં ઈજા થઈ હતી હાલ તે સ્વસ્થ થઈ ગયો છે.