સૂર્યકુમાર યાદવે બહેનને આપી વિદાય, લગ્નના ફોટો શેર કરી લખી આ વાત
Suryakumar Yadav Sister Marriage: સૂર્યકુમાર યાદવની બહેન દિનલ યાદવે મેરેજ કર્યા છે. જેના ફોટાઓ સામે આવ્યા છે. સૂર્યાએ ઈમોશનલી એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
આ પણ વાંચો: રોહિત શર્માની પત્નીએ પુત્રનું નામ કર્યું જાહેર, શેર કરી પોસ્ટ
View this post on Instagram
સૂર્યકુમાર યાદવે ઈમોશનલ પોસ્ટ લખી
સૂર્યકુમાર યાદવે ઈન્સ્ટાગ્રામ પર બહેનના લગ્નને લઈને પોસ્ટ શેર કરી છે. સૂર્યકુમાર લખ્યું કે, જીવનના આ સુંદર નવા અધ્યાયમાં તમને પગ મૂકતા જોવું એ મારા માટે સૌથી લાગણીશીલ ક્ષણ છે. બાળપણની યાદોથી લઈને એક કન્યા સુધી તમને જોયા છે. અમારા બધા માટે તમે ખુશી આપી છે. હવે એક નવી સફર શરૂ કરતા તમને જોઈને ઉત્સાહિત છું. તમને આવનારા જીવન માટે શુભેચ્છાઓ. તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે ફેમિલી ફંક્શન માટે બે અઠવાડિયાનો બ્રેક લીધો હતો.