સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને પંતને વર્તમાન IPL ટીમ દ્વારા રિટેન કરવાના એંધાણ
IPL 2025: આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગની મેગા હરાજી થવાની છે. ફ્રેન્ચાઇઝીસ પાસે ખેલાડીઓને જાળવી રાખવાના વિકલ્પો ચોક્કસ હશે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા અને કેએલ રાહુલને તેમની વર્તમાન IPL ટીમો દ્વારા રિટેન કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ ખેલાડીઓને નવી ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ વખતે IPLમાં ખેલાડીઓની હરાજી થશે. કહેવામાં આવી રહ્યું છે કે IPLની ઘણી ફ્રેન્ચાઈઝી નવા કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહી છે. જેમાં રોહિત અને સૂર્યકુમાર યાદવ પર ચર્ચા થઈ શકે છે.
રોહિતના થયા વખાણ
રોહિત શર્માએ વર્લ્ડકપ જીત્યા બાદ હાર્દિક પંડ્યાને ગળે લગાવ્યા બાદ અને નીતા અંબાણીએ અનંત અંબાણીના લગ્ન સમારોહમાં રોહિતના વખાણ કરતા જોવા મળ્યા હતા. જેનું જોઈને એવું લાગ્યું કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં લગભગ કોઈ ચેન્જ નહીં થાય. હાર્દિકને હરાવીને સૂર્યકુમાર ભારતીય T20 ટીમના કેપ્ટન બનાવી દેવામાં આવ્યા છે. અહિંયા એ વાત ક્લિયર થાય છે કે જો સૂર્યા કેપ્ટન બને છે, તો રોહિતને તેની પાછળ નવા કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર જેટલું સમર્થન હશે. મહત્વની વાત તો એ છે કે જ્યારે બીસીસીઆઈએ ગંભીરને કોચ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે તે પહેલા રોહિતનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો.હાર્દિકને કેપ્ટન બનાવવાના કારણે રોહિત અને હાર્દિક વચ્ચે કંઈ થકી ચાલી રહ્યું નથી. સૂર્યા રોહિતથી નજીક છે તે ગંભીરની કેપ્ટનશીપમાં KKRનો વાઇસ કેપ્ટન ણ હતો.
આ પણ વાંચો: India W VS Pakistan W મેચમાં પીચ આવી હશે, મહામુકાબલાનું કાઉન્ટડાઉન શરૂ
પંતનું શું થશે?
એક માહિતી પ્રમાણે દિલ્હી કેપિટલ્સ રિષભ પંતથી ખુશ નથી. કેપ્ટન સૌરવ ગાંગુલી પંતની સાથે છે. લખનૌ સુપર જાયન્ટ્સ પણ કેએલ રાહુલના સ્થાને નવો કેપ્ટન વિશે વિચારી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આવતા વર્ષે યોજાનારી મોટી હરાજી માટે મુંબઈ ઈન્ડિયન્સ શું રણનીતિ બનાવશે.