IND vs AFG: સૂર્યકુમાર યાદવનો જાદુ, વિરાટ કોહલીના વર્લ્ડ રેકોર્ડની કરી લીધી બરાબરી
IND vs AFG: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમે સુપર 8 મેચમાં અફઘાનિસ્તાનને હરાવી દીધું છે. આ મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાની જીતમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. તેણે આ મેચ દરમિયાન 28 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી.
શાનદાર ઈનિંગ
ગઈ કાલની મેચમાં સૂર્યકુમાર યાદવનો 360 ડિગ્રી અવતાર જોવા મળ્યો હતો. આ મેચ દરમિયાન તેઓ શાનદાર અડધી સદીની ઈનિંગ રમી હતી. સૂર્યકુમાર યાદવના કારણે ટીમ ભારત ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ હતી. તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવને તેના શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સાથે તેણે T20માં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચ જીતવાના મામલે સૂર્યાએ કોહલીની બરાબરી કરી લીધી છે.
ખેલાડી | પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ | કેટલી મેચો રમી છે? |
---|---|---|
સૂર્યકુમાર યાદવ | 15 | 64 |
વિરાટ કોહલી | 15 | 121 |
વીરનદીપ સિંહ | 14 | 78 |
સિકંદર રઝા | 14 | 86 |
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાની વર્ષોની રાહનો અંત, World Cup 2024ની સુપર-8માં પ્રથમ જીત
સૂર્યકુમાર યાદવે શું કહ્યું
અફઘાનિસ્તાન સામેની મેચમાં પ્લેયર ઓફ ધ મેચમાં જીતનો એવોર્ડ મળતા સૂર્યકુમાર યાદવે કહ્યું કે મને લાગે છે કે તેની પાછળ મે ઘણી મહેનત છે. હું શું કરી શકું તે વિશે હું જાણતો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ વર્લ્ડ કપમાં પહેલીવાર ભારતીય ટીમના કોઈ બેટ્સમેનને આ એવોર્ડ મળ્યો છે. ઉલ્લેખનીય છે કે સૂર્યકુમાર યાદવના પ્રદર્શનના વખાણ ટીમના કપ્તાન રોહિત શર્માએ પણ મેચમાં જીત મળતાની સાથે કર્યા હતા.