January 16, 2025

સૂર્યકુમાર યાદવે T20 ઈન્ટરનેશનલમાં રચ્યો ઈતિહાસ, આવું કરનારો પ્રથમ ભારતીય કેપ્ટન

Suryakumar Yadav: ટીમ ઈન્ડિયા હિત શર્માની કેપ્ટન્સીમાં T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પ્રાપ્ત કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક પણ મેચમાં હાર વગર ટ્રોફી જીતી લીધી હતી. છેલ્લી મેચ પુર્ણ થતાની સાથે રોહિત T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તની જાહેરાત કરી દીધી હતી. આ પછી સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ મોટી સફળતા મેળવી છે. ભારતે પહેલા શ્રીલંકા સામે 3-0થી અને હવે બાંગ્લાદેશ સામે 3-0થી સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યું હતું. સૂર્યકુમાર યાદવે તો ખાસ રેકોર્ડ બનાવી લીધો છે.

સૂર્યકુમાર યાદવે ખાસ રેકોર્ડ બનાવ્યો
સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજી મેચ 133 રને જીતી લીધી છે. સૂર્યકુમાર એવો પ્રથમ એવા ખેલાડી બની ગયો છે કે જેમની કપ્તાની હેઠળ ભારતીય ટીમે બે T20I મેચ 100 પ્લસ રનથી જીતી છે. આ પહેલા કોઈ પણ ટીમ ઈન્ડિયાનો કપ્તાન કરી શક્યો ના હતો. સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં કુલ 13 T20I મેચોમાં ટીમની કમાન સંભાળી છે. જેમાં 10 મેચમાં જીત અને 2 મેચમાં હાર મળી હતી. એક મેચમાં ટાઈ રહી હતી. તમને જણાવી દઈએ કે સૂર્યા ભારત માટે ચોથો સૌથી વધુ T20I મેચ જીતનાર કેપ્ટન છે.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી
સૂર્યકુમાર યાદવે બાંગ્લાદેશ સામેની ત્રીજી T20 મેચમાં શાનદાર બેટિંગ કરતો જોવા મળ્યો હતો. તેની સાથે ભાગીદારીમાં સંજુ સેમસને પણ જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 35 બોલમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 75 રન બનાવ્યા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવે T20 ઇન્ટરનેશનલ કરિયરમાં 2500 રન પૂરા કર્યા છે. તમને જણાવી દઈએ કે સૂર્યાએ વર્ષ 2021માં ભારત માટે ટી-20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.