May 20, 2024

54 વર્ષ પછી થશે દુર્લભ ‘સૂર્યગ્રહણ’; જાણો ભારતમાં કેટલો સમય સૂતક રહેશે

અમદાવાદ: આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ ફાગણ અમાસના દિવસે થવાનું છે. 8 એપ્રિલ એટલે કે આવતીકાલે સોમવારના રોજ થશે. આ ગ્રહણ 8 એપ્રિલે રાત્રે 9:12 વાગ્યે શરૂ થવાનું છે અને 2:22 વાગ્યે પૂર્ણ થવાનું છે. રાત્રે 11.47 કલાકે સંપૂર્ણ સૂર્યગ્રહણ થશે. સૂર્યગ્રહણના સમયગાળાની વાત કરવામાં આવે તો આ સમય 10 મિનિટનો રહેશે.

વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ
આવતીકાલે સૂર્યગ્રહણ થવાનું છે. કાલે અમાસ છે અને અમાસને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂર્યગ્રહણને જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે તે લોકોના જીવનને સંપૂર્ણપણે પ્રભાવિત કરે છે. સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના ગણવામાં આવે છે. 54 વર્ષમાં સૌથી લાંબુ સૂર્યગ્રહણ આવતીકાલે થવાનું છે. આ સૂર્યગ્રહણ મીન રાશિમાં અને રેવતી નક્ષત્રમાં થવાનું છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી આ ગ્રહણનો સૂતક કાળ ભારતમાં લાગુ નહીં પડે. જ્યોતિષશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે, જે જગ્યા ઉપર આ ગ્રહણ દેખાય છે ત્યાં તેની અસર થાય છે.

સૌથી લાંબુ સૂર્યગ્રહણ
આ વર્ષના પહેલા સૂર્યગ્રહણે 54 વર્ષ પછી અદભુત સંયોગ રચાવવા જઈ રહ્યો છે. આવો સંયોગ 54 પહેલા બન્યો હતો. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં આ ગ્રહણ જોવા મળશે. જેના કારણે આ ગ્રહણની અસર ભારતમાં નહીં થાય તેવું જ્યોતિષશાસ્ત્રના જાણકારોનું કહેવું છે. ઘણાં લોકોને ખબર નથી કે સંપૂર્ણ સૂર્યગ્રહણ શું છે? તો તેમને જણાવી દઈએ કે, જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હોય છે, જેના કારણે પૃથ્વીનો એક ભાગ સંપૂર્ણ અંધારું થઈ જાય છે, ત્યારે સંપૂર્ણ સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાય છે. કોઈપણ ગેજેટ વિના પણ તમે તેને નરી આંખે જોઈ શકો છો.

સૂર્યગ્રહણ દરમિયાન શું કરવું?
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર, સૂર્યગ્રહણ પછી ગંગાજળથી સ્નાન કરો. ગ્રહણ દરમિયાન સૂર્ય તરફ સીધા જોવાનું ટાળવું જોઈએ. સમગ્ર ઘર અને દેવી-દેવતાઓને શુદ્ધ કરો. ગ્રહણ પછી ભગવાન હનુમાનની પૂજા કરો. ગ્રહણ દરમિયાન બહાર જવાનું ટાળો. એ પણ ધ્યાનમાં રાખો કે તમે કોઈ ખોટું કામ ન કરો.