સુરેન્દ્રનગરના વસ્તડીમાં ડાયવર્ઝન ધોવાતા સ્કૂલ બસ ફસાઈ, એક વર્ષ પહેલાં પુલ પડ્યો હતો
સુરેન્દ્રનગરઃ વસ્તડી ગામના ડાયવર્ઝન ધોવાઈ જતા સ્કૂલ બસ ફસાઈ છે. વસ્તડી ગામના ભોગાવો નદીમાં કાચા ડાયવર્ઝન પર બસ ફસાઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભોગાવો નદી પરનો એક વર્ષ પહેલા પુલ ધરાશાયી થતા તંત્ર દ્વારા કાચું ડાયવર્ઝન અપાયું છે. બસ ફસાતા વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ ફસાતા સ્થાનિક લોકો દ્વારા બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. વરસાદના પગલે ભોગાવવા નદીમાં પાણી ફરિવળતા રસ્તાનું ધોવાણ થયું છે.