January 28, 2025

સુરેન્દ્રનગરમાં વનાળા ગામે પ્રેમસંબંધમાં યુવકની હત્યા, 3 આરોપીની ધરપકડ

સુરેન્દ્રનગરઃ વનાળા ગામે પ્રેમસંબંધમાં યુવકની હત્યા કરનારા 3 આરોપીને પોલીસે ઝડપ્યી પાડ્યા છે. ઝડપાયેલા હત્યારાઓને કાયદાનું ભાન પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે.

પોલીસે આરોપી જીવણ સરવૈયા, પ્રકાશ સરવૈયા અને ચિરાગની ધરપકડ કરી છે. પ્રેમસંબંધમાં હરેશ નામના યુવકની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. ચુડા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના પરિવારજનોએ ન્યાય માટે માગ કરી હતી. પ્રેમી યુવક પ્રેમિકા યુવતીને મળવા ગયો હતો તે દરમિયાન હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. પ્રેમિકાના પિતા અને 2 ભાઈઓ દ્વારા હત્યા કરી હોવાનું પણ બહાર આવ્યું છે. ઝડપાયેલા હત્યારાઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.