December 18, 2024

વઢવાણના ખેરાળી ગામે વ્યાજખોરોનો આતંક, રૂપિયાની લેતીદેતી મામલે હથિયારો સાથે હુમલો

સુરેન્દ્રનગરઃ વઢવાણના ખેરાળી ગ‍ામે વ્યાજખોરોએ આતંક મચાવ્યો છે. રૂપિયાની લેતીદેતી મામલે મોડી રાત્રે હથિયારો સાથે આતંક મચાવ્યો હતો.

યુવકને તલવાર સહિતનાં હથિયારો વડે મારામારી કરી લૂંટ ચલાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોરાવરનગર પોલીસ દ્વારા લૂંટ અને હથિયારની ફરિયાદ નહીં નોંધતા હોવાનો આરોપ લગાવ્યો છે. ભોગ બનનાર યુવક, પરિવારજનો અને સમાજના લોકો પોલીસ મથકે એકત્ર થયા છે.

હથિયારો સાથે ધસી આવેલા પાંચ શખ્સોએ ગાળો બોલી સમગ્ર વિસ્તારને રાત્રે બાનમાં લીધો હતો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમ‍ાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વ્યાજે લીધેલા રૂપિયા 3 લાખના વ્યાજ સહિત રૂપિયા 20 લાખ ચૂકવ્યા હોવા છતાં રૂપિયાની કડક ઉઘરાણી કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.