December 21, 2024

વઢવાણ APMCમાં થયેલી છેતરપિંડી અંગે ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગરઃ વઢવાણ APMCમાં થયેલી છેતરપિંડી અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. APMCના ચેરમેન, વાઈસ ચેરમેન અને ડિરેક્ટર સહિત ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

APMCના હોદેદારોએ હોદ્દાનો દુરુપયોગ અને છેતરપિંડી કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. APMCના હોદેદારોએ ખોટા રેકર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી હોદ્દાનો દુરુપયોગ કર્યો હતો. આ સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ફરિયાદ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

APMCના રેકર્ડ સાથે ચેડાં કરી હર્રાજી દરમિયાન શાકભાજીના ખાના લાગતા વળગતા અને સંબંધીઓને ફાળવી છેતરપીંડી કરી હતી. APMCના ચેરમેન, વાઈસ ચેરમેન સહિતનાઓ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.

આરોપીનાં નામ

1. રામજીભાઈ ગોહિલ (ચેરમેન APMC)
2. રાયમલભાઈ ચાવડા (વાઇસ ચેરમેન APMC)
3. હરજીવનભાઈ પરમાર (ડિરેક્ટર APMC)