પાટડીમાં ભૂગર્ભ ગટરની ટાંકીમાં મોતના કારણે સમાજના આગેવાનોએ પોલીસ મથકે ઘેરાવો કર્યો

Surendranagar News: પાટડીમાં ભૂગર્ભ ગટરની ટાંકીમાં ગેસના કારણે બે યુવાના મોત થયા હતા. પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા પાટડી પોલીસ મથકે ઘેરાવો કર્યો હતો. મોત બાદ કોન્ટ્રાક્ટર ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓની ફરિયાદ થઈ હતી.

આ પણ વાંચો: ડુંગળીના રસનો આ રીતે કરો ઉપયોગ, વાળની આ સમસ્યા તો ક્યારે નહીં થાય

રોષ જોવા મળ્યો
સ્થાનિક આગેવાનો અને સમાજ દ્વારા રેલી યોજી પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. ફરિયાદમાં માત્ર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી ચિફ ઓફિસર અને અન્ય લોકોની ધરપકડ ન થતાં રોષ જોવા મળ્યો હતો. પાટડી પોલીસ મથકે દલિત સમાજ, વાલ્મીકિ સમાજ સહિત અન્ય સમાજ દ્વારા ઘેરાવો કર્યો હતો. પાટડીના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. પરિવાર પાસેથી રોજ કામમાં ખોટી સહી લઈ લીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર અન્ય લોકોની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. પોલીસે પાંચ દિવસની અંદર કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.