થાન-ચોટીલામાં ગેરકાયદેસર કાર્બોસેલના 100થી વધુ કૂવા ઝડપાયાં, હજારો ટનનો જથ્થો સીઝ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા થાન તાલુકાના જામવાડી અને ભડુલાની સીમમાંથી ગેરકાયદેસર 100થી વધુ કાર્બોસિલના કુવા પર રેડ કરી હજારો ટન કાર્બોશિયનનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારે રેડ દરમિયાન ખનીજ ચોરી કરતા માપવામાં પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની અનેક વાત ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં થાન, મુળી, સાયલા, ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોય છે. ત્યારે ચોટીલા પ્રાંત દ્વારા આજે સવારે થાનના જામવાડી અને ભડુલા ગામની સીમ વિસ્તારમાંથી સૌથી વધુ ગેરકાયદેસર કાર્બોસેલના 100થી વધૂ કુવાઓ પર રેડ કરવામાં આવી હતી. ત્યારે પ્રાંત અધિકારી દ્વારા રેડ કરી 2000 ટનથી વધુનો કાર્બોસેલનો જથ્થો, પાંચ ટ્રેક્ટર, જનરેટર તેમજ કુવામાં વપરાતા અન્ય સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાંત અધિકારીની ટીમ દ્વારા છ મજૂરોને રેસ્ક્યૂ કરી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હાલ તમામ મુદ્દામાલ એકત્ર કરી અને કેટલા ટન અને કેટલા કરોડનો મુદ્દામાલ છે, તે વજન અને તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે. ચોટીલા અને થાન તાલુકાના રેવન્યૂ તલાટી, મુળી, ચોટીલા, થાનના મામલતદાર કચેરીનો સ્ટાફ સહિત 70 લોકોની ટીમ પ્રાંત અધિકારી દ્વારા બોલાવી લેવામાં આવી છે. સ્થળ પર સર્વે અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મજૂરોને 800થી 1000 રૂપિયા રોજના ચૂકવવામાં આવતા હતા. આ તમામ મંજૂરો પરપ્રાંતિય મધ્યપ્રદેશ અને યુપીના હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.