January 27, 2025

સાયલા તાલુકા પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં BJP સદસ્યની અશ્લીલ પોસ્ટ, સ્ક્રિનશોટ વાયરલ

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકા પંચાયતના whatsapp ગ્રુપમાં બીજેપીના સદસ્યએ અશ્લીલ પોસ્ટ કરી છે. સાયલા તાલુકા પંચાયતના ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ નાખતા ચકચાર મચી ગઈ છે.

વિનુભાઈ ઠાકરશીભાઈ મેર નામના તાલુકા પંચાયતના સદસ્યએ આ અશ્લીલ પોસ્ટ કરી હતી. ત્યારબાદ તેમનું whatsapp હેક થયું હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી. ગ્રુપમાં અશ્લીલ પોસ્ટ અપલોડ કરતા સુરેન્દ્રનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

બીજેપીના સદસ્યતાનો ફોટો અને અશ્લીલ ફોટો whatsappના ગ્રુપમાં નંખાયા હતા. શિસ્તતાના પાઠ શિખવતી બીજેપીના હોદ્દેદારે જ અશ્લીલ પોસ્ટ કરતા લોકોમાં આશ્ચર્ય વ્યાપી ગયું છે. આ પોસ્ટના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે, વાયરલ સ્ક્રિનશોટની પુષ્ટી ન્યૂઝ કેપિટલ કરતું નથી.