January 28, 2025

મૂળીના ભેટ ગામે વાડા પર વીજળી પડી, 30થી વધુ બકરાંઓના મોત

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે મૂળી ગામના ભેટ ગામની સીમમાં મોડી રાતે વીજળી પડવાની ઘટના બની હતી અને તેમાં ઘણાં બકરાંઓ મોતને ભેટ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, મૂળીના ભેટ ગામની સીમમાં મોડી રાત્રે વાડામાં વીજળી પડી હતી. જેમાં અંદાજે 30થી વધુ બકરાંઓના મોત નીપજ્યા છે. પશુપાલક રામુબેન ગમારાના બકરાંઓ વાડામાં હતા તે દરમિયાન વીજળી પડી હતી. મોટી સંખ્યામાં બકરાંઓના વીજળી પડવાથી મોત નીપજતાં પશુમાલિક સહિત માલધારીઓમાં શોકની લાગણી ફેલાઈ છે.