December 17, 2024

સુરેન્દ્રનગરમાં વરસાદને પગલે ખેતરોમાં પાણી ફરી વળ્યા, પાક નિષ્ફળ જવાની ભીતિ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતા વઢવાણ, લીંબડી, લખતર સહિતના તાલુકાના ખેડૂતોએ વાવેલો મગફળી, તલ, એરંડિયા, કપાસ સહિતના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સરવે કરાવી અને નુકસાનનું વળતર જ ચૂકવવા માંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અતિભારે વરસાદના પગલે જિલ્લાના ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેલો મગફળી, મગ, જુવાર, એરંડિયા, કપાસ અને શાકભાજી સહિતના પાકો બળી જવાની ભીતિ લઈ નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. ત્યારે વઢવાણ, લીબડી, સાયલા સહિતના તાલુકાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે વઢવાણસ તાલુકાના કરણગઢ ગામના ખેડૂતો પાસે ન્યુઝ કેપિટલે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી અને ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 60 હજારથી વધુ હેક્ટરોમાં ખેડૂતો દ્વારા અલગ અલગ કપાસ એરંડિયા, મગફળી, જુવાર, શાકભાજી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં અતિભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોએ વાવેલા પાકને ભારે નુકસાનની ભોગવવાનો વારો આવ્યો છે.

વઢવાણ તાલુકાના કરણગઢ ગામના ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ ડોન સહિતના સરવેની કામગીરી તાત્કાલિક કરવામાં આવ્યા અને તેઓને નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેવી માગ સરકાર પાસે કરી રહ્યા છે. આ ખેડૂતોએ વાવેલા પાકમાં 90 ટકા નુકસાન ભોગવવાનો વારો આવતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિનું સર્જાઈ છે. ત્યારે તેમણે મોંઘા ભાવના બિયારણ અને દવાના છંટકાવ બાદ પણ પાક બળી જવાની ભીતિ સેવી રહ્યા છે.