ધ્રાંગધ્રામાં એકના ડબલ કરવાનું કહી અમદાવાદના શખ્સ સાથે 69 લાખની છેતરપિંડી
વિજય ભટ્ટ, ધ્રાંગધ્રાઃ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્ગભાઈ કનોજીયા પાસે એકના ડબલ કરવાની લાલચ આપી મૂળીના સિદસર ગામના પિતા પુત્ર અને અન્ય શખ્સો દ્વારા ધાંગધ્રાના બાવડી અને જીવા રોડ ઉપર ફરિયાદીને બોલાવી તેની પાસેથી 65 લાખ રૂપિયા રોકડા લઈ અને ચિલ્ડ્રનની 1.40 કરોડની નોટો આપી અને છેતરપિંડી કર્યાની ધાંગધ્રા તાલુકા પોલીસમાં પિતા-પુત્ર અને અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે.
ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ, 20 દિવસ પહેલાં અમદાવાદના ખોખરામાં રહેતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયાને એમના મિત્ર સુરેશભાઈ સેનાએ સાયલામાં રહેતા અનિરુદ્ધસિંહ શિવભા ઝાલા એકના ડબલ રૂપિયા કરી દેતા હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ બંને શખ્સો અનિરુદ્ધસિંહને મળવા સાયલા ગયા હતા. સાયલામાં વાત કરી ત્યારે અનિરુદ્ધસિંહ દ્વારા 50,000ના ડબલ કરી અને રૂપિયા આપેલા બંને શખ્સો લાલચમાં આવી જતા પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયાને અનિરૂધ્ધસિંહ દ્વારા પાસે 65 લાખ રૂપિયા લઈ અને 1.40 કરોડ રૂપિયા આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદ તેમને ધાંગધ્રાના બાવડી અને જીવા રોડ ઉપર બોલાવ્યા હતા. ત્યારે અનિરુદ્ધસિંહ, એનો પુત્ર અને અન્ય શખ્સો અલ્ટો ગાડીમાં પૈસા લઈને આવ્યા હતા. પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયા પાસે 65 લાખ રૂપિયા લઈને અને બે થેલા આપી અને એક કરોડ 1.40 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ત્યાંથી નીકળી ગયા હતા.
ત્યારે પ્રકાશભાઈ રાજેન્દ્રભાઈ કનોજીયા તેમના મિત્રોએ થેલા ખોલી તપાસ કરતાં થેલામાં ચિલ્ડ્રનને રમવાની નોટો હોવાનું માલૂમ પડતા છેતરપિંડી થયાનું જણાતા ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને આ મામલે તપાસ કરી અનિરુદ્ધસિંહ, તેના પુત્ર અને અન્ય શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.