December 29, 2024

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અકસ્માત, 4 લોકોનાં મોત

surendranagar dhrangadhra malvan highway accident four died

ઇકો કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર કારનું ટાયર ફાટતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ચાર લોકોના મોત નીપજ્યા છે. મૃતકોમાં એક જ પરિવારના 3 લોકો સામેલ છે.

નોંધનીય છે કે, દુર્ઘટનાસ્થળે જ બે લોકોનાં મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે ક્રમશઃ ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલ અને સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ બંને લોકોના પણ સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે, લગ્નમાંથી અમદાવાદ પરત ફરતા હતા તે સમયે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર અચાનક ઇકો કારનું ટાયર ફાટ્યું હતું અને અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.