December 19, 2024

ચોટીલા નજીક ગમખ્વાર અકસ્માત, 3 લોકોનાં મોત

Surendranagar chotila ambulance truck accident three died

અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોનાં મોત નીપજ્યા હતા.

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ચોટીલા પાસે આવેલા આપા ગીગાના ઓટલા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ જેટલા લોકોના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે, ચોટીલામાં આપા ગીગાના ઓટલા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી મળી રહી છે. ત્યારે એમ્બ્યુલન્સ રાજકોટ આવી રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ જેટલા લોકોનાં મોત નીપજ્યા છે.

આ પણ વાંચોઃ આ ગામમાં ગધેડા પર બેસાડીને ફૂલેકું કાઢીને થાય છે ધૂળેટીની ઉજવણી!

આ અકસ્માતમાં એમ્બ્યુલન્સચાલક વિજય બાવળિયા સહિત પાયલ મકવાણા અને ગીતાબેન મિયાત્રાનું મોત નીપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.