January 22, 2025

Surendranagarમાં 10ના સિક્કા સ્વીકારવા મામલે રિયાલિટી ચેક

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: સામાન્ય રીતે તમે સાંભળ્યુ જ હશે કે 10ના સિક્કાને લઇને અફવાઓનું બજાર ગરમાયેલુ રહે છે. જેના લીધે દુકાનદારો અથવા તો રિક્ષાચાલકો તેને સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા હોય છે. પરંતુ આ એક કાનુની અપરાધ છે. ત્યારે ન્યુઝ કેપિટલે 10ના સિક્કાને લઇ એક રિયાલીટી ચેક કર્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના અમુક વિસ્તારમાં 10 ના સિક્કા ન સ્વીકારતા હોવાની ફરિયાદો સામે આવી હતી. જેને લઈને સુરેન્દ્રનગર શહેરમાં ન્યુઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. ત્યારે અમારી તપાસમાં જાણવા મળ્યું કે સુરેન્દ્રનગર શહેરમાં 10ના સિક્કા વેપારીઓ અને ગ્રાહકો સ્વીકારે છે.

વેપારીઓ સ્વીકારતા નથી
ન્યુઝ કેપિટલ દ્વારા રિક્ષાચાલક સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ત્રણથી ચાર મહિનાથી 10ના સિક્કા સુરેન્દ્રનગર શહેરમાં ગ્રાહકો અને વેપારીઓ સ્વીકારી રહ્યા નથી. રિક્ષા ચાલકો પણ મુસાફરોને 10ના સિક્કા આપતા હોય છે. આ 10ના સિક્કાને મુસાફરો સ્વીકારે છે અને સામે રિક્ષા ચાલકો પણ 10ના સિક્કાનો સ્વીકાર કરતા હોય છે. આ સાથે ન્યુઝ કેપિટલની ટીમે જનરલ સ્ટોરના વેપારી સાથે વાત કરી હતી. જેમાં વેપારીએ કહ્યું કે તેઓ 10ના સિક્કાનો સ્વીકાર કરે છે અને સામે ગ્રાહક પણ 10ના સિક્કાનો સ્વીકાર કરે છે. અમારી ટીમે વધુ તપાસ કરતા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે અન્ય વેપારીઓ પણ 10 સિક્કા ગ્રાહકો સ્વીકારે છે.

આ પણ વાંચો: જામનગરમાં 10ના સિક્કાને લઈને વેપારીઓ કહે છે, ‘ગ્રાહક નથી લેતા’; ગ્રાહક કહે છે – વેપારીઓ નથી સ્વીકારતા

અહિંયા નથી સ્વીકારતો 10 રૂપિયાનો સિક્કો
કચ્છના ભૂજમાં પણ RBIની ગાઈડ લાઈનનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થતું હોવાનું જાણવા મળ્યું છે. 10 રૂપિયાના સિક્કાની સમસ્યા અંગે ન્યુઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું હતું. આ તપાસમાં જાણવા મળ્યું કે વેપારીઓએ અને ગ્રાહકો બંને રૂપિયા 10નો સિક્કો ન સ્વીકારી રહ્યા ના હતા. ગ્રાહકો શાકભાજી, ફળ જેવી વસ્તુઓ લેવા નાના વેપારીઓ પાસે જાય છે. પરંતુ વેપારીઓ 10 રૂપિયાનો સિક્કો સ્વીકારતા નથી. પરિણામે નાના નાના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવા ગ્રાહકો મજબૂર બને છે.