December 22, 2024

સુરતની મહિલાની રચનાત્મકતા, વેસ્ટ માંથી બેસ્ટ સર્જન કરી બનાવ્યો અનોખો રેકોર્ડ

અમિત રૂપાપરા, સુરત: સુરતની મહિલાએ વેસ્ટમાંથી બેસ્ટ 18 થીમ પર વેસ્ટમાંથી બેસ્ટ 3 લાખ ટૂકડાઓ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મહિલા મૂળ ચલાલાના હોવાથી વતનને આ રેકોર્ડ માટે પસંદ કર્યું હતું. જોકે આ રેકોર્ડ કોઈ સિટી લેવલે જ મળતો હોય છે. લોકો જે વસ્તુને ફેંકી દેતા હોય છે તેને રિસાઈકલ કરી તેને બેસ્ટમાં રૂપાંતરિત કરી કલાકારીનું સન્માન થાય એવો રેકોર્ડ બનાવ્યો છે. જેને પગલે ગામમાં અને સુરતમાં સ્વાગત જોઈને આંખો પણ ભરાઈ આવી હતી.

સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સુધા નાકરાણી એક કલાકાર છે. ફેશન ડિઝાઇન અને હેન્ડક્રાફ્ટેડ એસેસરીઝની સંસ્થા સુર્મલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનના સ્થાપક છે, તેમણે છ વર્ષમાં 18 પ્રકારની હસ્તકલા કલાના કુલ 3,00,000 ટુકડાઓ બનાવ્યા અને તેનું વિતરણ કર્યું. તે અને તેની ટીમ સિંધી વર્ક, એપ્લિક વર્ક, કરાચી વર્ક, ટ્રેડિશનલ વર્ક, જરદોશી વર્ક, મુકેશ વર્ક, સિફલી વર્ક, મિરર વર્ક, મોતી વર્ક, થ્રેડ વર્ક, કશુટી વર્ક, પિચવાઈ વર્ક, કાશીદા વર્ક, ખાટલી બનાવવા અને શીખવવામાં નિષ્ણાત છે. વર્ક, માર્ડી વર્ક, ચિકંકારી વર્ક, રિબન વર્ક વગેરે બનાવી નવો રેકોર્ડ બનાવ્યો છે.

સુધા નાકારણીએ જણાવ્યું હતું કે, આ રેકોર્ડ માટે મારા ગામ અમરેલીના ચલાલા ગામને પસંદ કર્યું હતું. જોકે, ગામડાઓમાં તો નથી મળતો પણ મારે મારા ગામનું રૂણ ચુકવવું હતું એટલે મારું વતન પસંદ કર્યું હતું. કહેવાય છે કે, દીકરી બે ખોવડા તારે છે. મારા ગામ ચલાલા ગામના રૂણને ચૂકવવું હતું. જેથી મારા ગામને પસંદ કર્યું હતું. જેથી મને ખૂબ જ ખૂશી છે. મારા ગામમાં પણ મારું સન્માન કરવામાં આવ્યું હતું. જેથી તમામની આભારી છું.

વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ વર્કની અંદર છે વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે તેવી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મે ઘણી બધી એવી વસ્તુઓ યુઝ કરી છે કે જે ફેંકી દીધી હોય તેને રિસાઈકલ કરી છે. લોલીપોપની ફેંકી દીધેલી નળી, નાની કાચની બોટલ, નેસેલિનની ખાલી નાની ડબ્બી, ખીલી, ચળોઠી, દવાના રેપર, ઈલેક્ટ્રીકના વાયર આવી અનેક વસ્તુઓનો ઉપયોગ કરી અલગઅલગ પ્રકારની ક્રિએટીવીટી કરી છે. 3 લાખ મેક્સિમમ પીસ બનાવ્યા છે. 6 વર્ષ કરેલી મહેનતથી આ રોકોર્ડ બનાવ્યો છે.

વધુમાં જણાવ્યું હતું કે, 6 વર્ષ સુધી હું મહેનત કરીતી હતી. મારી એક મિત્રએ કહ્યું હતું કે, આસાનીથી આ એવોર્ડ મળતો નથી. તેમ તમારી મહેનત ચાલું રાખો, આ એવોર્ડ પાંચ વર્ષે, 10 વર્ષે કે 20 વર્ષે અથવા તો ન પણ મળે. ત્યારે હું મારી હિંમત પણ હારી ગઈ હતી. દરમિયાન એક દિવસ ઘરે બેસેલી હતી ત્યારે એક રીલ્સ જોઈ હતી. જેમાં એલન નામના એક ફોટોગ્રાફરે એક પક્ષીનો ફોટો માટે છ વર્ષમાં સાત લાખ પ્રયત્ન કર્યા હતા. ત્યારે મને એમ થયું કે એક ફોટો માટે સાત લાખ વાર પ્રયત્ન કર્યા છે. ત્યારે મારે મારી મહેનત ચાલું રાખી હતી.

ક્રિએટીવીટી કરતા મહિલાને સંદેશ આવ્યો હતો કે, દરેક મહિલાઓને કહેવું છે કે આપણી અંદર એક હુનર છુપાયેલું હોય છે પોતાની ક્રિએટીવિટીને બહાર લાવો. લોકો ટેલેન્ટના જ દિવાના છે. બધા કરતા કઈક અલગ ર રસ્તે ચાલે, બધા કરતા એકલા પણ અલગ રસ્તે ચાલો અને કંઈક ક્રિએટીવિટી કરી ભવિષ્ય બનાવો.