સુરતની વાયરલ કાર, કિંમત માત્ર 51 લાખ ‘ને ભારતમાં લાવવાનો ખર્ચો 3 કરોડ!

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં સોશિયલ મીડિયામાં એક કારનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. આ કાર એટલી વાયરલ થઈ રહી છે કે, લોકો આ કારને જોતાંની સાથે જ તેની સાથે સેલ્ફી લેવા માટે ઉભા રહી જાય છે. આ કાર છે ટેસ્લાની સાયબર ટ્રક અને આ કાર સુરતમાં રસ્તા પર જોવા મળી રહી છે, તે સુરતના બિલ્ડર લવજી બાદશાહના દીકરા દ્વારા દુબઈથી ભારત લવાઈ છે. લવજી બાદશાહના દીકરો ટેસ્લા કંપનીની સાયબર ટ્રક કાર ભારતમાં સૌપ્રથમ વખત લાવ્યો છે.
ટેસ્લાની સાઇબર ટ્રક ઈલેક્ટ્રિક કાર છે. આ કાર છ કલાકના ચાર્જમાં 550 કિલોમીટર ચાલે છે અને કારને 0થી 100 સ્પીડ પકડતા માત્ર 2.7 સેકન્ડનો સમય લાગે છે. એટલે આ કાર એલન મસ્કની ફાસ્ટેજ xuv કહેવામાં આવે છે. આ કારને છ મહિના પહેલા અમેરિકા ઓર્ડર કરવામાં આવી હતી અને 6 મહિના બાદ આ કારની ડિલિવરી કરવામાં આવી છે. ત્યારબાદ દુબઈથી આ કાર ભારત લાવવા માટે બે મહિલા જેટલો સમય લાગ્યો છે. દુબઈથી આ કારને જહાજ મારફતે લાવવામાં આવી છે અને કારનું ટ્રાન્સપોર્ટેશનથી લઈને તમામ ખર્ચ 3 કરોડ રૂપિયા થયો છે.
ટેસ્લાની આ કારની શો રૂમ પ્રાઈઝ 51 લાખ રૂપિયા છે, પણ તમામ ટેક્સ અને ટ્રાન્સપોટેશન સાથે કારની કિંમત 3 કરોડ રૂપિયા છે. આ કારની ખાસિયતની વાત કરવામાં આવે તો કારનું રુફ કાચથી તૈયાર કરવામાં આવ્યું છે. એટલે કે લોકો કારમાં બેસીને બહારની સાઈડના તમામ દ્રશ્ય એન્જોય કરી શકે છે. આ ઉપરાંત કારનું એક જ સ્ક્રીનમાંથી ઓપરેટિંગ થાય છે. અમેરિકાની આધુનિકમાં આધુનિક ટેકનોલોજી આ કારમાં ફીટ કરવામાં આવી છે.
કારમાં એકપણ જગ્યા પર ડોર હેન્ડલ લગાવવામાં આવ્યા નથી. તો કારની ડ્રોઈંગ કેપેસિટી 5000 કિલો કરતાં વધારે છે. આ કારમાં 360 ડિગ્રી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેથી કરીને કારની આગળ-પાછળ કે પછી સાઈડમાં કોઈપણ વાહન કે વળાંક હોય તો કાર ડિસ્પ્લે પર તરત જ ચાલકને સંકેત આપી દે છે. વિઝિબિલિટી ઓછી હોય તેવા સમયે પણ કારના સેન્સરો સેટેલાઈટ ઓપરેટ હોવાના કારણે કારની ડિસ્પ્લેમાં દર્શાવે છે કે, સામેથી કયું વાહન અને કેટલા લોકો પસાર થઈ રહ્યા છે. જેથી કરીને ચાલકને ઓછી વિઝિબિલિટીમાં પણ ડ્રાઇવિંગ કરવાનું સરળ રહે.