Surat: સુડા આવાસ નજીક ભાજપના ખેસ પહેરી કર્યો આચાર સંહિતાનો ભંગ

Surat: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન શરૂ થયુ છે. રાજ્યના જિલ્લાઓમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ત્યારે સુડા આવાસ નજીક આચાર સંહિતાનો ભંગ થઈ હોવાની ઘટના સામે આવી છેય
મળતી માહિતી અનુસાર સુડા આવાસ નજીક આચાર સંહિતાનો ભંગ થયોછે. વોર્ડ નંબર 18ની પેટાચૂંટણી દરમિયાન ધટના બની છે. નોંધનીય છે કે, ભાજપના ખેસ પહેરી આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને કોંગ્રેસ ઉમેદવાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી. જોકે, આ ઘટનાને લઈને કાર્યકરો વચ્ચે બોલાચાલી પણ થઈ છે.
આ પણ વાંચો: વલસાડ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં બીજેપીને વોટ આપતો વીડિયો વાયરલ
નોંધનીય છે કે, તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમનો મત આપી શકશે. નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ જાહેર થઇ છે. આથી હવે 1 હજાર 677 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. આ બેઠકો માટે કુલ 5 હજાર 374 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતભરમાં જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઇ રહી છે. જેમાં 66 નગરપાલિકા, જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે.