January 18, 2025

Surat: આજે ‘વિકસિત ભારત વિકસિત, ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરાયું

સુરત: સુરતમાં આજે ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, સાચા અર્થમાં આજનો કાર્યક્રમ એક વિશિષ્ટ કાર્યક્રમ છે. કારણ કે, આઝાદીના સમયથી જે લોકો સપના જોઈ રહ્યા હતા કે તેમને યોગ્ય લાભ મળશે.

સુરતમાં આજે મજૂરા વિસ્તારમાં ‘વિકસિત ભારત વિકસિત ગુજરાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને સંબોધિત કર્યા હતા. દરમિયાન તેમણે કહ્યું હતું કે, જે લોકો આઝાદીના સમયથી સપનું જોઈ રહ્યા છે કે તેમને યોગ્ય લાભ, સુવિધા અને પ્રગૃતિ કરવાની તક મળે.

આ અંગે હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં માત્ર વિકાસની જ વાત કરતી અને વિકાસને સાચા અર્થમાં સાર્થક કરતી મોદી સરકારના ” સૌનો સાથ, સૌનો વિકાસ “ના સૂત્રને કેન્દ્રમાં રાખી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક પરિવારોને તેના પોતાના ઘર મળ્યા છે. જેમા કુલ રૂ.૨૯૯૩ કરોડના ૧,૩૧,૪૫૪ આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વડાપ્રધાન આવાસ યોજના ” થકી અનેક ગરીબ પરિવારો પોતાના ઘરના ઘરમાં આનંદ અને સંતોષકારક રીતે જીવન જીવી રહ્યા છે. તેમનો આ સંતોષ જ મોદી સરકારની સફળતા છે !

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, 10 ફેબ્રુઆરી, 2024 ના રોજ, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ ગુજરાતમાં લગભગ 1.31 લાખ આવાસ એકમોનું ઉદ્ઘાટન કર્યું. PM એ લગભગ 1,31,454 આવાસ એકમોના ભૂમિપૂજનમાં પણ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમમાં પીએમ દ્વારા વર્ચ્યુઅલ રીતે હાજરી આપવામાં આવી હતી.

PMAY યોજનાનો અમલ કરતા તમામ રાજ્યોમાં ગુજરાત ટોચના રાજ્યોમાંનું એક છે. વર્તમાન નાણાકીય વર્ષમાં એટલે કે 2023-24માં, ગુજરાતે PMAY અર્બન કેટેગરી હેઠળ લગભગ 1 લાખ આવાસ એકમોનું નિર્માણ કર્યું છે. ઉપરાંત, રાજ્યએ આગામી નાણાકીય વર્ષ એટલે કે 2024-25 માટે લગભગ 65,000 આવાસ એકમો બાંધવાની જોગવાઈ કરી છે.